તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેરમાં 60થી વધુ આસામીને 260(2)ની નોટીસ પાઠવાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેટલાકમાં કાર્યવાહી, અનેકમાં કોર્ટ મેટર ચાલુ

જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઇને અનેક વખત રજૂઆતો થતા દબાણ શાખા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે મહાનગરપાલિકાના દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક બાંધકામો ગેરકાયદેસર રીતે થયા હોવાની લોકોની અરજીઓ આવી હતી. આ અરજીના સંદર્ભે તપાસ કર્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા 260(2)ની નોટીસો ફટકારવામાં આવી હતી. જૂનાગઢમાં આવા 60 થી વધુ આસામીને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા 260 (2)ની નોટીસો અપાઇ છે. આમાં કેટલાક બાંધકામોમાં કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે કેટલા બાંધકામોમાં કોર્ટ મેટર ચાલુ હોય કોર્ટના ચૂકાદા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આખું બિલ્ડીંગ કે સમગ્ર સ્ટ્રકચર ગેરકાયદેસર થયું હોય તેવું નથી.પરંતુ થોડું ઘણું અનઅધિકૃત રીતે બાંધકામ થયું હોય, મંજૂરી કરતા વધારાનું બાંધકામ થયું હોય, મંજૂરી વિરૂદ્ધનું બાંધકામ થયું હોય તેમનો સમાવેશ થાય છે. જયારે કેટલાક કિસ્સામાં આડોસ પાડોસના ઝઘડાના કારણે પણ અરજી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મામુલી દબાણ થયું હતું જેને પણ દૂર કરવામાં આવેલ છે. ટૂંકમાં તમામ ગેરકાયદેસર બાંધકામો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો