તાલીમ:બહાઉદ્દીન કોલેજના 26 છાત્રએ કુદરતી આપત્તિ સામે રક્ષણની તાલીમ લીધી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુર, ભૂકંપ, સુનામી, વાવાઝોડા વખતે શું કરવું તેની તાલીમ આપવામાં આવી

ગુજરાત સરકારે દરેક જિલ્લામાં કોલેજના એનસીસી અને એનએસએસના યુવાનોને વાવાઝોડા, પૂર, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ માટે આપદા-મિત્ર નામથી સઘન તાલીમ આપવાનું નક્કી કર્યું છે. જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર સેન્ટર એટલે કે જીલ્લા આપત્તિ ભવન જૂનાગઢ દ્વારા SDRF ગોંડલ સેન્ટર ખાતે યોજવામાં આવેલ હતી. આપદા મિત્ર તાલીમમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના 26 વિદ્યાર્થીઓએ 12 દિવસની આ વિશીષ્ટ તાલીમ મેળવી હતી. ખાસ કરીને જુદા જુદા પ્રકારના ડિઝાસ્ટર જેવાકે પુર, ભૂકંપ, સુનામી કે વાવાઝોડા સમયે શું કરી શકાય તથા ભોગ બનનારને પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની વિશેષ તાલીમ મેળવેલ છે.

આ આપદા મિત્ર તાલિમ કાર્યક્રમનાં જિલ્લાકક્ષાના નોડલ ઓફિસર નિવાસી અધિક કલેકટર હોય છે, અને કલેકટરના માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમની અમલદારી કરવામાં આવે છે.આ કાર્યક્રમ ભારત સરકારના NDMA તથા GSDMAનાં સહયોગથી યોજવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને આપત્તિ સમયે કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેના માટે સ્થાનિક લોકોને તૈયાર કરવાનો હોય છે. જેથી કોઈ પ્રકારની આપત્તિના સમયે સ્થાનિક લોકો માટે બચાવ રાહતની કામગીરી ત્વરિત થઈ શકે.

આ કાર્યક્રમમાં આ તાલીમ લેવાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી સજ્જ કરવામાં એન.એસ.એસ. કો ઓર્ડીનેટર ડો. કૃષ્ણા કરંગીયા, એન.એસ.એસ. કો ઓર્ડીનેટર ડો. દિગ્વિજય પરમારે જહેમત ઉઠાવી હતી. પ્રિ. ડો.આર.પી.ભટૃ દ્વારા તમામ તાલીમાર્થીને બહુમાન કરી સર્ટીફીકેટ એનાયત કરી આ વિદ્યાર્થીઓને કોલેજમાં તમામ વિદ્યાર્થીઓને આ તાલીમ મળે તે માટે આયોજન કરવા જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...