તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજા સાથે ઝડપાયા:જૂનાગઢના તોરણીયામાંથી રૂ.2.65 લાખની કિંમતનો 26 કીલો ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ પહેલા સાત કિલો ગાંજા સાથે પકડાયયેલા શખ્સના રિમાન્ડમાં તોરણીયા ગામમાં વધુ ગાંજાનો જથ્થો છૂપાવ્યો હોવાની કબુલાત

જૂનાગઢ શહેરમાંથી ત્રણ દિવસ પહેલા સાત કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સએ તાલુકાના તોરણીયા ગામે ભાડાના મકાનમાં વધુ જથ્થો છુપાવ્યો હોય જે વિગતના આધારે એસઓજીના સ્ટાફએ વધુ 26 કિલો ગાંજો ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના તોરણીયા ખડીયા રોડ પરથી એસઓજી પી આઈ ભાટી સહિતના સ્ટાફે બાતમીના આધારે ત્રણ દિવસ પહેલા રીક્ષા લઈને નીકળેલા શોકતમિયા કાસમમિયા બુખારી નામના શખ્સને 74 હજારની કિંમતના 7 કિલો 460 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ શરૂ કરી હતી.

પકડાયેલ આરોપી
પકડાયેલ આરોપી

જેમાં આ શખ્સએ તોરણીયા ગામમાં ભાડાના મકાનમાં ગાંજોનો મોટો જથ્થો સંતાડયો હોવાનું જણાવતા એસઓજીના સ્ટાફએ ત્યાં દોડી જઇ તપાસ હાથ ધરતા ઘરમાંથી રૂ.2,65,560ની કિંમતનો 26 કિલો 650 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શોકતમિયાએ ગાંજો સુરતના શખ્સ પાસેથી લાવીને જૂનાગઢમાં છૂટક વેચાણ કરતો હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

ગાંજો પકડવાની કામગીરીમાં એસઓજીના પીઆઈ એચ.આઇ. ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા, એમ.જે.કોડીયાતર, એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, અનિરૂધ્ધસિંહ વાંક, બાબુભાઇ કોડીયાતર, મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજસિંહ વાળા, જયેશભાઇ બકોત્રા સહિતનો સ્ટાફ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...