તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:25 ટકા અપ વાળું અને 65 ટકા એડવાન્સ પેમેન્ટની શરતો વાળું એમજીરોડ પરનું પાણીની લાઇન નાંખવાનું વિવાદિત ટેન્ડર સ્થાયી સમિતીએ રદ કરી નાંખ્યું.

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમજી રોડનું કામ 5 દિવસમાં શરૂ,રોડ 8 ઇંચથી 1 ફૂટ નીચે ઉતારાશે: મેયર
  • વેપારીઓની 2 માંગ સ્વિકારાઇ
  • નરસિંહ મહેતા સહિતના તળાવો,વિલીંગ્ડન ડેમની માત્ર ડિઝાઇન કરવા 1,38,00,000 રૂપિયા ચૂકવવાની દરખાસ્તને સ્ટેન્ડીંગની મંજૂરી!

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી.આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.ખાસ કરીને 25 ટકા અપ વાળું અને 65 ટકા એડવાન્સ પેમેન્ટની શરતો વાળું એમજીરોડ પરનું પાણીની લાઇન નાંખવાનું વિવાદિત ટેન્ડર સ્થાયી સમિતીએ રદ કરી નાંખ્યું છે.આ અંગે મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે,વેપારીની યોગ્ય માંગ સ્વિકારાઇ છે.તેમની 2 માંગ હતી.

એક,એમજી રોડ પર પાણીની લાઇનના કામના બદલે તાત્કાલીક ધોરણે રોડનું કામ શરૂ કરવું.જ્યારે બીજી,રોડ ઉંચો બને તો ચોમાસામાં દુકાનોમાં પાણી ઘુંસી જાય છે,ત્યારે રોડને ઉતારીને બનાવવો.તે મુજબ એમજી રોડને 8 ઇંચથી લઇને 12 ઇંચ સુધી જરૂરિયાત મુજબ નીચે ઉતારી બાદમાં બનાવવામાં આવશે.દરમિયાન સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં અન્ય વિકાસના કામોના પણ નિર્ણય કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય કોર્પોરેટરોમાં થતી ચર્ચા મુજબ નરસિંહ મહેતા સહિતના તળાવો,વિલીંગ્ડન ડેમની માત્ર ડિઝાઇન કરવા એક એજન્સીને 1,38,65,000ની રકમ આપવાની દરખાસ્તને પણ સ્થાયી સમિતીએ મંજૂરની મોહર મારી દીધી છે.દરમિયાન સંસદ ભવનની કામગીરીનો પ્રોજેક્ટ કરનાર એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે.

શું હતું વિવાદિત ટેન્ડર?
એમજી રોડ પર પાણીની લાઇન નાંખવા માટે 3 વખત ટેન્ડર બહાર પડાયા હતા,પરંતુ કોઇએ ભર્યું ન હતું! બાદમાં એક એજન્સીએ 1,23,40,086ની મૂળ કિંમતનું ટેન્ડર 27.27 ટકા અપથી ભરતા મનપાને આ ટેન્ડરના1,57,05,227 ભરવાના થતા હતા.બાદમાં નેગોશિએશનનું કહેતા એજન્સીએ 2 ટકાનો ઘટાડો કર્યો. તેમ છત્તાં 25.27 ટકા અપ સાથે ટેન્ડરની કિંમત 1,54,58,426ની થઇ હતી.બાદમાં એજન્સીએ જણાવ્યું હતું કે,65 ટકા રકમ એડવાન્સ આપવામાં આવે તો વધુ 3.27 ટકા રકમ ઘટાડે.તેમ છત્તાં ટેન્ડર અધધ 22 ટકા અપ જતું હતું. આમ, 1,23,40,086ની સામે મનપાએ 1,50,54,905 ચૂકવવાના થતા હતા,પરિણામે મનપા પર 27,14,819નું ભારણ વધતું હતું.વળી,વેપારીઓએ તો જણાવ્યું હતું કે,પાણીની લાઇનની કોઇએ માંગ કરી જ નથી! આતો કોઇ રાજકીય હિત માટે કામ કરવાનું હતું.

સ્ટેન્ડીંગમાં આ નિર્ણયો લેવાયા
ઝાંઝરાડ રોડ પાસે સર્વે નંબર 31/ પૈ.ની જમીનમાં રિટેઇનીંગ વોલ બનાવવા 28 લાખને મંજૂર કરાયા છે. અહિં ભવિષ્યમાં પોલીસ ચોકી બનાવાશે.ભવનાથ શિવરાત્રી મેળામાં લાઇટ,મંડપ,સાઉન્ડ સિસ્ટમ માટે 80 લાખ મંજૂર.વોર્ડ નંબર 10માં 10 લાખના ખર્ચે બાંકડા મુકાશે. શિવરાત્રી મેળામાં સફાઇ માટે 5 લાખ તેમજ જુદા જુદા પમ્પીંગ સ્ટેશનો ઓપરેટ કરવા 31 લાખના ખર્ચને સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કરેલ છે.

ચમત્કારને નમસ્કાર છે
રોડના કામને લઇને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ ઉડાઉ જવાબ મળતા હતા.મૌખિક આશ્વાસન બાદ લેખીતમાં અલગ જવાબ આપી વાતને ટાળી દેતા હતા. આ વખતે ઉગ્ર રજૂઆત અને બંધની ચિમકીના કારણે મનપાના અધિકારી,પદાધિકારીઓ વેપારીઓનો આક્રોશ ભાળી ગયા બાદ ચમત્કારને નમસ્કાર રૂપે આ નિર્ણય લેવાયો છે.- સંજયભાઇ પુરોહિત, મંત્રી ચેમ્બર ઓફ કોમર્સ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser