ચોરી:ચાવી બનાવી દેવાના બહાને ઘરમાંથી 2.52 લાખના ઘરેણાં ઉસેડી ગયા

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના વલ્લભનગરમા બે શખ્સોને તાળાની ચાવી રિપેર કરવા માટે બોલાવ્યા બાદ બંનેએ ઘરમાંથી અઢી લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢના વલ્લભનગરમા રહેતા મગનલાલ દેવરાજભાઈ ચાવડાએ ઘરમાં ચાવી રીપેર કરવા માટે બે શખ્સોને બોલાવ્યા હતા.

તા. 7 ફેબ્રુઆરીના રોજ બંનેએ મગનભાઇની નજર ચૂકવી તેના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2 લાખ 52 હજારની મતાની ચોરી કરી હતી. બનાવ અંગે તેમણે બન્ને શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બનાવની તપાસ ડિવિઝનના પીએસઆઇ એમ. આર. ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...