ધરપકડ:વડાલમાં જુગાર રમતાં 25 શખ્સ ઝબ્બે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડાલ ગામે પોલીસે જુગાર રેઇડ કરી 25 શખ્સને ઝડપી લીધા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વડાલ ગામે રહેતો રાજેશ વઘેરા પોતાના મકાનમાં નવનીત કોટડીયા, અરવિંદ બાંભણીયા, ઈલિયાસ ઠેબા, બાદીન,મુકેશ પરમાર, રાજુ બગડા, જયદીપ સોંદરવા, મધુ વોરા, હેમંત મકવાણા, સુધીર વઘેરા, અબ્દુલ પલેજા, અજિત ચાવડા,જયેશ દેવાયતભાઈ જોગલ,હમીદ જુસબભાઈ શાહમદાર,સુરેશ અરૂણભાઈ ચૌહાણ,રાજુ રાણાભાઈ ડાભી,વીનુ ગોવિંદભાઇ વનાર, જેન્તી વીરાભાઈ પરમાર,વેલજી વશરામભાઈ સાટીયા,રાજેશ જેશાભાઈ ઝાલા,ભાવેશ વૈકુંઠભાઈ જોષી,અશોક ગાંગજીભાઈ બથવાર,સાગર અરવિંદભાઈ તન્ના,ભાણજી બાવાભાઈ જાદવને બહારથી બોલાવી ગંજી પતાના પાના વડે તથા હાજર વરલીનો જુગાર રમાંડતો હતો.અને પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવતો હતો પોલીસે બાતમીના આધારે રેઇડ કરી મોબાઈલ,રોકડ સહિત રૂ.3,28,300 નો મુદ્દામાલ કબ્જે કરી 25 શખ્સની અટક કરી ગુનો દાખલ કર્યો હતો.

જૂનાગઢ વૃજ એપાર્ટમેન્ટમાંથી 10 મહિલા જુગારી ઝબ્બે
જૂનાગઢમાં વૃજ એપાર્ટમેન્ટના ચોથામાળે બ્લોકનંબર ડી-1 માંથી 10 મહિલા જુગાર રમતી હોય પોલીસે રેઇડ કરી ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...