તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડો માર:તાલાલા-સાસણ ગીર પંથકમાં કુદરતનો બેવડો માર, જૂનાગઢમાં કરા સાથે કમોસમી વરસાદ, 2.5ની તીવ્રતાના આંચકા

જૂનાગઢ18 દિવસ પહેલા
  • વરસાદ બાદ 2.5ની તીવ્રતાના ભુકંપના આંચકાથી ગીરપંથકવાસીઓ મુંઝાયા
  • જૂનાગઢમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો
  • કમોસમી વરસાદથી ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન

જૂનાગઢ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે શનિવારે સાંજના આકાશી આફત આવી હતી. સાંજના 5 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બાદમાં વરસાદી માહોલ બંધાવાનું શરૂ થયું હતું. થોડીવારમાં તો અષાઢ માસ જેવો માહોલ બંધાઇ ગયો હતો અને કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ સાથે મેઘાના મંઠાણ થયા હતા.

દરમિયાન શહેરના મધુરમ, મંગલધામ, ટીંબાવાડીમાં મેઘ ગર્જના અને વિજળીના ચમકારા સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહિં કરા સાથે વરસાદ પડ્યો હતો. જોરદાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા હતા. વરસાદી માહોલ જોઇને બાળકોએ ન્હાવાનો આનંદ ઉઠાવ્યો હતો. દરમિયાન વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ હતી. સાથે મેઘધનુષે પણ આકાશમાં દેખા દીધી હતી.

બીજી તરફ શહેરના બસ સ્ટેશન, કડિયાવાડ, માલીવાડા, ચિત્તાખાના ચોકથી લઇને મજેવડી દરવાજા સુધી પડેલા કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. અચાનક આવેલા વાતાવરણના પલ્ટાના કારણે કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન જવાની ભિતી વ્યકત થઇ રહી છે. એક તો ખેડૂતોને આ વર્ષે કેરીના પાકમાં ઝાકળ અને મઘીયો રોગના કારણે ઓછું ઉત્પાદન થવાની સંભાવના હતી. પરિણામે આર્થિક નુકસાન તો ઉભું જ હતું તેમાં કમોસમી વરસાદ પડતા કેરીનો પાક ખરી પડ્યો હોય વધુ નુકસાનનો સામનો કરવો પડશે.

વરસાદના પગલે બગીચામાં અાંબામાં ઝુલતી કેરીઅો ખરી પડયાની તસ્‍વીર
વરસાદના પગલે બગીચામાં અાંબામાં ઝુલતી કેરીઅો ખરી પડયાની તસ્‍વીર

સરકારી ચોપડે 2 મીમી નોંધાયો
શહેરના મધુરમ, મંગલધામ, ટીંબાવાડી, અક્ષર મંદિર, બસ સ્ટેશન, માલીવાડા, કડિયાવાડ, મજેવડી દરવાજા સહિતના શહેરના અનેક ભાગોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, તેમ છત્તાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં જૂૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો.

કેરીના પાકને વિમામાં આવરી લો
કમોસમી વરસાદથી કેરીની ખેતી કરતા ખેડૂતોના મોંઢે આવેલો આવકનો કોળીયો ઝૂંટવાઇ જાય તેવી સ્થિતી સર્જાણી છે. કેરીનો પાક ખરી પડતા નુકસાની જવાની હોય કેરીના પાકને પણ પાક વિમામાં આવરી લેવાની માંગ ફરી દોહરાવાઇ છે.

વંથલી રોડ પર હોર્ડિંગ્સ તૂટ્યું
શહેરમાં શનિવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે વંથલી રોડ સ્થિત અક્ષર મંદિર નજીક એક હોર્ડિંગ તૂટી પડ્યું હતું. હોર્ડિંગ તૂૂટી પડતા થોડો સમય માટે રસ્તો જામ થઇ ગયો હતો. બાદમાં હોર્ડિંગના કાટમાળને દુર કરી વાહન વ્યવહાર પુન: ચાલુ કરાવ્યો હતો.ખડિયામાં પણ વરસાદી ઝાપટા |ખડીયા ગામમાં પણ સાંજના વાતાવરણમાં પલ્ટો આવતા મેઘાના મંડાણ થયા હતા. ખડીયામાં વરસાદ પડતા આકરી ગરમી અને અસહ્ય બફારાથી લોકોને છુટકારો મળ્યો હતો.

પ્લાસવામાં પણ ધોધમાર વરસાદ
જૂનાગઢ નજીકના પ્લાસવા ગામે પણ કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. અહિં ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા.

જૂનાગઢની બજારના રસ્‍તા પર વરસાદી પાણી વહેવા લાગ્‍યાની તસ્‍વીર
જૂનાગઢની બજારના રસ્‍તા પર વરસાદી પાણી વહેવા લાગ્‍યાની તસ્‍વીર

જૂનાગઢ શહેરના રસ્તાઓ પર પાણી પાણી
​​​​​​​
જૂનાગઢમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે હળવા ઝાપટા શરૂ થયા છે. તેમાં થોડીવાર વરસાદી વાતાવરણ રહ્યા બાદ ચોમાસા જેવો માહોલ જમ્યો છે. તથા ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો