ભાવિ તબીબોની સેવા:વેટરનરીના 25 ભાવિ તબીબોએ શહેરમાં 800 ગાયને રસી આપી

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાએ શહેરમાં અઢી હજાર પશુઓને બચાવવા ભાવિ તબીબોની સેવા લીધી

લમ્પી વાયરસે પશુઓમાં ભરડો લીધો છે. ત્યારે જૂનાગઢ મનપાએ શહેરમાં અઢી હજારથી વધુ પશુઓને રસી આપવાની ઝૂંબેશ શરૂ કરી છે. આ માટેની 5 ટીમો બનાવાઇ છે. અને તેમાં વેટરનરીના છેલ્લા વર્ષમાં ભણતા ભાવિ તબીબો પાસે રસી આપવાનું કામ લેવાયું હતું.

આ અંગેની વીગતો આપતાં ડે. મેયર ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ સામે શહેરના આશરે અઢી હજારથી વધુ રખડતા ઢોરને બચાવવા માટે અમે 5 ટીમો બનાવી છે. જેમાં રસી આપતી વખતે પકડી રાખવા માટેનો સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ અને પશુઓને રસીના ઇન્જેક્શનો આપવા માટે નોબલ વેટરનરી કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા 25 વિદ્યાર્થીઓની સેવા લીધી હતી.

આ રીતે અમે 800 રખડતા પશુઓને લમ્પી વાયરસની રસી આપી દીધી છે. જો કોઇ ગૌશાળા રસી આપવા માંગતી હોય તો તે 9825221618 પર સીધો મારો પણ સંપર્ક સાધી શકે છે. મનપાએ આ માટેની ડ્રાઇવ જ શરૂ કરી દીધી છે. જે પશુને રસી અપાઇ ગઇ હોય તેના શીંગડા પર કલર કરી દેવાય છે. જેથી તેની બીજી વખત રસી ન અપાઇ જાય.

અન્ય સમાચારો પણ છે...