તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લામાં રવિવારે કોરોનાનાં 25 કેસ નોંધાયાં હતાં,જેમાં જૂનાગઢ શહેરમાં 17 કેસ હતા. જયારે ગિર-સોમનાથ જિલ્લામાં કોરોનાનાં 7 કેસ સામે આવ્યાં હતાં. તેમજ જૂનાગઢ જિલ્લામાં 4679 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. સોરઠમાં કોરોનાની રસી આપવાની કામગીરી ઝડપી બનાવાઇ છે. તો બીજી તરફ કોરોનાનાં કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસ 20 થી વધુ આવ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં રવિવારે કોરોનાનાં 25 કેસ નોંધાયા હતાં. જેમાં જૂનાગઢ શહેરમાં 17, જૂનાગઢ ગ્રામ્યમાં 2, કેશોદમાં 2, માણાવદરમાં 2, માંગરોળ, વંથલીમાં 1-1 કેસ નોંધાયાં હતાં. જ્યારે 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લામાં કોરોનાનાં 7 કેસ નોંધાયાં હતાં. જૂનાગઢ જિલ્લામાં રવિવારે 4679 લોકોને રસી આપવામાં આવી હતી. ગિર-સોમનાથ જિલ્લામાં 2088 લોકોને રસી આપવામાં આવી હતી.
જિલ્લામાં 1112 લોકોની તપાસ કરાઇ
જૂનાગઢ જિલ્લામાં 14 ધનવંતરી રથ અને 14 આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રવિવારે 1112 લોકોને તપાસવામાં આવ્યાં હતાં.
અમરેલીમાં કાેરાેનાના નવા 18 કેસ : અેકનું માેત
અમરેલી જિલ્લામા કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામા કાેરાેનાના નવા 18 કેસ સામે અાવ્યા હતા. 224 અેકટીવ કેસ સાથે હાલ જિલ્લામા કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4256 પર પહાેંચી છે. ફરી અેક વખત કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. ગઇકાલે કાેરાેનાના 20 કેસ નાેંધાયા હતા. ત્યારે અાજે કાેરાેનાના નવા 18 કેસ સામે અાવ્યા હતા. હાલ 224 દર્દી સારવાર હેઠળ છે. તાે 7 દર્દી સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.