તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 2 દિવસમાં 24 કોરોના પોઝિટીવ, 24 ડિસ્ચાર્જ !

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ ધારાસભ્ય,પૂર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૂ કોરોના પોઝિટીવ
  • 9 કન્ટેઇનમેન્ટ ઝોન ઓછા થતા 36 લોકોનો છુટકારો: વધી રહ્યા છે કોરોનાના કેસ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ ફરી કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં 24 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 24 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન છેલ્લા 2 દિવસમાં આવેલા કુલ 24 કેસમાંથી 14 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. આ 14 કેસમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર અને હાલના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટીવ આવતા મહેન્દ્રભાઇ મશરૂ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન થયા છે. સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ કોવિડ 19 ટેસ્ટ કરાવી લેવા જણાવાયું છે.

દરમિયાન 2 દિવસના 24 કોરોના પોઝિટીવ કેસમાં જૂનાગઢ સિટીમાં 14, જૂનાગઢ તાલુકામાં 1, કેશોદ તાલુકાના 3, માળીયા હાટીના તાલુકાના 3 અને માણાવદર તાલુકાના 3 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 2 દિવસમાં 24 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. સોમવારે 31 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 31 ઘરના 124 લોકોનો સમાવેશ થયો હતો. જ્યારે મંગળવારે 22 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 22 ઘરના 88 લોકોનો સમાવેશ થયો છે. આમ, એક જ દિવસમાં 9 કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી 36 લોકોને મુક્તિ મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો