તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:જૂનાગઢ જિલ્લાના 1,052 મતદાન મથકો પર 2,308 ઇવીએમ વપરાશે

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફોલ્ટ સર્જાય તો મુશ્કેલી ન પડે તે માટે 10 ટકા ઇવીએમ રિઝર્વ રખાશે

જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી અને નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ડી.કે. બારીઆના માર્ગદર્શનમાં ઇવીએમની ફાળવણી કરવામાં આવી છે. દરમિયાન ચૂંટણીના 1,052 મતદાન મથકો પર 2,308 ઇવીએમની ફાળવણી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ ઉભા કરાયેલા 1052 મતદાન મથકોમાં જૂનાગઢમાં 118, વંથલીમાં 82, માણાવદરમાં 89, કેશોદમાં 113, માંગરોળમાં 129, માળીયા હાટીનામાં 139, મેંદરડામાં 82, વિસાવદરમાં 123, ભેંસાણમાં 79 તેમજ કોર્પોરેશનના 2 વોર્ડના 40 અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીના 58 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

દરમિયાન 2,380 ઇવીએમની ફાળવણીમાં જૂનાગઢમાં 270, વંથલીમાં 190, માણાવદરમાં 210, કેશોદમાં 260, માંગરોળમાં 290, માળીયા હાટીનામાં 320, મેંદરડામાં 190, વિસાવદરમાં 280, ભેંસાણમાં 180 તેમજ કોર્પોરેશનના 2 વોર્ડની ચૂંટણી માટે 60 અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટેના 58 ઇવીએમનો સમાવેશ થાય છે. દરમિયાન કોઇ ફોલ્ટ સર્જાય તો પણ મતદાનની પ્રક્રિયા અટકી ન પડે તે માટે કુલ ઇવીએમના 10 ટકા ઇવીએમ રિઝર્વમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો