તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 23 Cases Of Corona Reported In Gir Somnath District, Three Days Complete Lockdown Declared In Kodinar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 23 કેસ નોંધાયા, કોડીનારમાં ત્રણ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 4,994 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે કોરોનાના નવા 23 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 8, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 4, ઉનામાં 7, તાલાલામાં 2, ગીરગઢડામાં 1 નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. સારવારમાં રહેલ 17 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 19 હજાર 137 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 4,994 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

જીલ્‍લાના કોડીનાર શહેરમાં ત્રણ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

આજે સાંજે કોડીનાર શહેરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે ચેમ્‍બર ઓફ કોમર્સ, વહીવટીતંત્ર, પોલીસ, પાલીકા તંત્રના જવાબદારો, સામાજીક અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં કોડીનાર શહેર અને પંથકમાં કોરોનાની વિસ્‍ફોટક બનેલી પરિસ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં લોકોને કોરોનાના સંક્રમણથી કંઇ રીતે બચાવી શકાય તે અંગે પણ અગ્રણીઓએ અભિપ્રાયો વ્‍યકત કર્યા હતા. બેઠકમાં તમામ ચર્ચાઓ અને અભિપ્રાયો અંગે લાંબી વિચારણા બાદ આગામી તા.16, 17 અને 18 (શુક્ર,શનિ,રવિ) ત્રણ દિવસનું સ્‍વૈચ્‍છીક પુર્ણ લોકડાઉન જાહેર કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ હતો.

જે અંગે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઇ વિઠલાણીએ જણાવેલ કે, કોડીનાર શહેર-પંથકમાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર જાય તે પૂર્વે કોરોનાની ચેઇન તોડવા કડક નિર્ણય સાથે ગાઇડલાઇનનું લોકો સ્‍વયંભુ પાલન કરે તે વર્તમાન સમયની આવશ્‍યકતા હોવાનું બેઠકમાં આગેવાનોએ લાગણી વ્‍યકત કરી હતી. જેને લઇ ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. આ સમયગાળામાં શહેરમાં ફકત મેડીકલ સ્‍ટોર્સ, દવાખાના આખો દિવસ જયારે દુઘની ડેરીઓ બે કલાક જ ખુલ્‍લી રહેશે. જયારે આ સિવાય શાક માર્કેટ, ફીશ માર્કેટ, માર્કેટીંગ યાર્ડ સહિત તમામ નાના-મોટા વેપાર ઘંઘા સંપૂર્ણ બંઘ રાખવા અંગે તમામ આગેવાનોએ સર્વાનુમતે સહમતિ આપી નિર્ણય કર્યો છે. તેની અમલવારી વેપારીઓ અને લોકો સ્‍વયં શિસ્‍તાથી કરશે. શહેરીજનોને પણ ત્રણ દિવસ જરૂરી કામ વગર ઘરની બહાર ન નિકળવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો