જૂનાગઢના 2200 થી વધુ લોકો પાસે ગઇકાલ તા. 6 જુન 2022 ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દ્વારા પોતાના વકતવ્ય દરમ્યાનજ ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને સમર્થન આપવાનાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેણે આ તકે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઇને એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં કચરો લીધો અને દિલ્હીમાં ઘરની લક્ષ્મીને બહાર કાઢી મૂકી.
જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતી દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો.
તેમણે પોતાની શૈલીમાં કહ્યું હતું કે, દેશમાં જૂનાગઢને ભેળવવાની જવાબદારી સરદાર પટેલની હતી. તેણે તે કરી બતાવ્યું હતું. ભારતનાં ભાગલા શું કામ થયા? 48 કલાકથી દેશમાં રાષ્ટ્રવાદીઓનાં મોં સીવાઇ ગયા છે. નૂપુર શર્માએ સત્ય કહ્યું છે. લોકો શપથ લે કે અમે નૂપુર શર્માનાં સાથે છીએ. સનાતનીઓ તેની સાથે ઉભા છે.
નુપુર શર્મા વિવાદમાં સનાતનીઓ માફી નહી માંગે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતનું વિભાજન ધર્મનાં નામ ઉપર થયું હતું. અને તે દુનિયાનું સૌથી મોટું લેન્ડ જેહાદ હતું. અનેક ધર્મ શરૂ થયા અને તેનો અંત આવ્યો. પરંતુ સનાતન ધર્મનો જન્મ નથી થયો. દુનિયામાં સનાતન ધર્મ અંત સુધી રહેશે. સનાતનમાં પાંચ તત્વ છે અને બ્રહ્માંડની ઉત્પતીથી પાંચ તત્વ છે.
બાદ પાંચ તત્વનું મહત્વ વૈજ્ઞાનીક તથ્યો સાથે સમજાવ્યું હતું. વકફ બોર્ડ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, વકફ બોર્ડ જે ઇચ્છે તે તેની જમીન થઇ જાય છે. તેને કોર્ટમાં પણ પડકારી શકતા નથી. સુરતમાં કોર્પોરેશનની એક ઓફીસનો દાવ કર્યો છે. દેશમાં નવ રાજયમાં હિન્દુ અલ્પસંખ્યામાં છે. દેશમાં 700 પાકિસ્તાન બની ગયા છે. ત્યાં કોઇ જઇ શકતું નથી.
દેશમાં 30 હજાર મંદિર છે. તે મંદિર નથી ભારતની સભ્યતા છે. એ પાછા લેવાનાં છે. જે લોકો કહે છે દરેક મસ્જીદ નીચે મંદિર શોધવાની જરૂર નથી એ તેમની અંગત વાત હોઇ શકે સનાતનીઓની નહીં. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં હવે મંદિર નહીં ગુરૂકુળ બનાવવાની જરૂર છે.
મોદી-યોગી જેવા 10 પેદા કરો પછી તેને હટાવજો
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ કહ્યું હતું કે, માર્કસીટી વિનાનાં જ દેશ બચાવે છે. યુપી અને તમે મોકલ્યા (મોદી) તેનું ઉદાહરણ છે. તમે જેને મોકલ્યા તેને હટાવવાનાં પ્રયાસ ચાલે છે. પરંતુ તેવા 10 પેદા કરો પછી તેને હટાવજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.