તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર દ્વાર શરૂ કરવામાં આવેલી દિવસે લાઇટ આપવાની દિનકર યોજનાના લાભમાં વ્હાલા દવલાની નિતી અપનાવાતી હોવાનો આક્ષેપ કરાયો છે. અનેક ગામોને આ યોજનાનો લાભ અપાયો છે જ્યારે ખેરખર ગિર કાંઠાના ગામોને બાકાત કરી દેવાયા છે. ત્યારે આ મામલે 5 દિવસમાં નિર્ણય નહી કરાય તો મેંદરડા પંથકના 22 ગામના ખેડૂતો આ મામલે શું કરવું તેની રણનિતી ઘડશે. આ અંગે ગિર ખેડૂત એસોસિએશનના રમેશભાઇ કોરાટે મેંદરડા મામલતદારને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, મેંદરડા તાલુકાના ગિર બોર્ડરના 22 ગામોનો દિવસે લાઇટ આપવાની દિનકર યોજનામાં સમાવેશ ન કરી અન્યાય કરાયો છે.
દિવસના બદલે રાત્રીના અપાતા પાવરથી ખેડૂતોને રાત્રીના પિયત કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે રાની પશુના હુમલાનો ભય પણ સતાવી રહ્યો છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરાઇ છે છત્તાં કોઇ કારણોસર તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવતું નથી. ત્યારે હવે આ મામલે દિવસ 5માં યોગ્ય નહિ થાય તો મેંદરડા ગિરના 22 ગામના ખેડૂતોનું ગિર ખેડૂત એસોસિએશન બેઠક કરશે. આ બેઠકમાં ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવો કે અન્ય વિકલ્પ અપનાવવો તે અંગેની રણનિતી તૈયાર કરશે. તે મુજબ આગામી ચૂંટણીમાં મતદાન કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.