તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જૂનાગઢ જિલ્લામાં સરકારીમાં ક્વોરન્ટાઇન 22, પ્રાઇવેટમાં 221 લોકો

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સેમ્પલ : 10 નેગેટીવ, 7 પેન્ડીંગ
 • પરપ્રાંતિયોને વતન જવા હેલ્પલાઇન શરૂ કરાઇ

જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં 10 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ હતો જેમાં મંગળવારે 7ના સેમ્પલ લેવાતા કુલ આંક 17 એ પહોંચ્યો હતો. જોકે, તેમાંથી 10 નો રિપોર્ટ નેગેટીવ આવતા હવે માત્ર 7 નો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ કિસ્સામાં સેમ્પલ લેવા ઉપરાંત આવા લોકોને ક્વોરન્ટાઇન પણ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં  13,413 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે સરકારીમાં 22 અને પ્રાઇવેટ ફસેલીટી ક્વોરન્ટાઇનમાં 221 લોકો છે. આમ, કુલ 13,656 ક્વોરન્ટાઇન કરાયા છે. દરમિયાન કોરોનાના કારણે ફસાયેલા અને વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકો માટે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા દ્વારા હેલ્પ લાઇન શરૂ કરાઇ છે, જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માણાવદરમાં 9925940488, વંથલીમાં 94268 50548 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો