માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ:વારાણસીમાં યોજાનાર માસ્ટર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના 22 સ્પર્ધકો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાંથી 130 ખેલાડી જોડાશે
  • 40 થી 80 વર્ષના​​​​​​​ ભાઇ બહેનો ભાગ લઇ નામ રોશન કરશે

વારાણસી ખાતે યોજાનાર માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના 22 સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ગુજરાતની ટીમના મેનેજર અને જનરલ સેક્રેટરી હારૂનભાઇ વિહળે જણાવ્યું હતું કે, 26 થી 30 નવેમ્બર દરમિયાન વારાણસી(યુપી) ખાતે ઓલ ઇન્ડીયા માસ્ટર્સ એથ્લેટિ્કસ ચેમ્પિયનશીપ યોજાનાર છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 130 સ્પર્ધકોની પસંદગી થઇ છે. જ્યારે 130માં 22 સ્પર્ધકો જૂનાગઢના છે.

40 થી 80 વર્ષના આ સ્પર્ધકો ભાગ લઇ જૂનાગઢનું નામ રોશન કરશે. ત્યારે આ તમામ સ્પર્ધકોને માસ્ટર ખેલકૂદ મંડળ ઓફ જૂનાગઢના પ્રમુખ ઇકબાલભાઇ મારફતીયા, સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઇ કોરડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

દરમિયાન ગત વર્ષે રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિ્કસ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 35 થી 100 વર્ષની વયના સ્પર્ધક ભાઇ બહેનોએ ભાગ લઇ સારો દેખાવ કર્યો હતો. પરિણામે આ વિજેતાઓની પસંદગી ઓલ ઇન્ડીયા માસ્ટર એથ્લેટિ્કસ ચેમ્પિયનશીપ માટે થઇ છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના સ્પર્ધકોએ પણ દોડ, ફેંક, કૂદ, ઝડપી ચાલમાં સુંદર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું હતું માટે તેમની પસંદગી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...