એજ્યુકેશન:2 સેશનમાં 73 કેન્દ્રોમાં 21,839 વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષા આપશેે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નરસિંહ મહેતા યુનિ.માં આજથી પરિક્ષા શરૂ
  • યુજી, એલએલબી સેમેસ્ટર 5ની લેવાશે પરીક્ષા

એજ્યુકેશન રિપોર્ટર, જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મંગળવારથી વિવિધ પરીક્ષાનો પ્રારંભ કરાશે. આ અંગે કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 23 નવેમ્બર 2021થી યુજી અને એલએલબી સેમેસ્ટર 5(રેગ્યુલર અને એક્સટર્નલ)ની પરીક્ષા લેવામાં આવશે.પ્રથમ તબક્કામાં 2 સેશનમાં 73 કેન્દ્રો પર કુલ 21,839 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ખાસ કરીને બીએ, બીએ(હોમ સાયન્સ), બીકોમ, બીસીએ, બીબીએ, બીઆરએસ, બીએસડબલ્યુ, બીએસસી, બીએસસી (હોમ સાયન્સ), બીએસસી (આઇટી), બીએસસી(ફોરેન્સિક સાયન્સ), એલએલબી, બીએ (એક્સટર્નલ)અને બીકોમ એક્સટર્નલનો સમાવેશ થાય છે. પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે જેમાં માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે ચોરીના દૂષણને અટકાવવા માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પ્રાધ્યાપકોની સ્કવોડ, ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...