સોરઠમાં કોરોના સંક્રમણ:જૂનાગઢમાં 21 અને ગીર સોમનાથમાં 9 નવા કેસો નોંધાયા, 29 દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંન્‍ને જીલ્‍લામાં 15 હજારથી વઘુ લોકોને વેકસીનના ડોઝ પણ અપાયા
  • ​​​​​​​જૂનાગઢ જિલ્લા કોવિડ કોર કમિટીની રચના કરતા કલેકટર

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્‍ચે ગઇકાલે સોરઠના બંન્‍ને જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્‍લામાં સર્વોચ્‍ચ કોરોનાના કેસો સામે આવ્‍યા બાદ આજે તેમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. જો કે, કોરોના સંક્રમણની ગતિ ઘીમી પડી હોય તેમ આજે જૂનાગઢ જીલ્‍લામાં 21 કેસો જયારે ગીર સોમનાથમાં 9 નવા કેસો સામે આવ્‍યા છે. આ વચ્ચે જૂનાગઢ જીલ્‍લામાં સારવાર લઇ રહેલ 29 દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે.

આજે નોંધાયેલા કેસોમાં જીલ્‍લામાં જૂનાગઢ શહેરમાં 19 અને ભેંસાણ-મેંદરડામાં 1-1 કેસો જયારે ગીર સોમનાથ જીલ્‍લામાં વેરાવળમાં 4, ગીરગઢડામાં 4 અને કોડીનારમાં 1 કેસો નોંઘાયા છે. આજે બંન્‍ને જીલ્‍લામાં સતત વઘી રહેલા કેસોને બ્રેક લાગી હોય તેમ નોંઘપાત્ર રીતે કેસોમાં ઘટાડો થયેલ જોવા મળેલ છે.

કોરોના મહામારીની ત્રીજી લહેર બંન્‍ને જીલ્‍લામાં શરૂ થઈ હોવાના ભણકારા વચ્‍ચે આજે કેસોમાં ઘટાડો નોંઘાતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીઘો હતો. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર દ્રારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ ગીર સોમનાથ જીલ્‍લામાં 37 એક્ટિવ કેસો છે જે તમામ હોમ આઇસોલેટ છે. જયારે આજે જીલ્‍લામાં આરટીપીસીઆરના 1160 અને એન્‍ટીજનના 260 મળી કુલ 1420 કોરોનાના ટેસ્‍ટો કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્‍લામાં ગઇકાલે કોરોનાનો પોઝિટિવ રેટ 1.18 ટકાથી આજે ઘટીને 0.63 ટકાએ આવી ગયો છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ બંન્‍ને જીલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથ જીલ્‍લામાં આજે 6793 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જૂનાગઢ જીલ્‍લામાં 8288 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંબંધી કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર સજજ થયું છે. જિલ્લા કલેકટર રચીત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લા કોવિડ કોર કમિટીની રચના કરવામાં આવી છે. ઉપરાંત કોરોનાની કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે આજે કોર કમિટીની પ્રથમ બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કોરોના સંક્રમણ, ઓમિક્રોન વેરિયન્ટ સહિતની બાબતો અંગે આગામી દિવસોમાં ઉભી થનાર સ્થિતિની ચર્ચા સાથે સમીક્ષા કરવામાં આવી હતી. નોડલ અધિકારીઓને હોસ્પીટલમાં બેડની વ્યવસ્થા, ઓકસીજનનો પુરવઠો, આઈસીયુ, વેન્ટીલેટર, દવાનો સ્ટોક, આઈસોલેશનની વ્યવસ્થા, કોન્ટેક ટ્રેસિંગ, ટ્રેકિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેલી મેડિસન ધન્વંતરી રથ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

બેઠકમાં મનપાના કમિશ્‍નર આર.એમ.તન્ના, ડીડીઓ મિરાંત પરીખ, અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નિયામક આર.જે.જાડેજા, અધિક કલેકટર અંકિત પન્નુ, હનુલ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, ડો.રવિ ડેડાણીયા, સિવિલ સર્જન ડો.પાલ લાખણોત્રા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...