પથ્થરમારો:માંગરોળના શેરીયાજ બારામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 21 લોકો ઘાયલ

માંગરોળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંન્ને પક્ષની સામસામે ફરીયાદ લઈ પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના શેરીયાજ બારા ગામે ખાડીમાં જવા બાબતે મછીયારા સમાજના બે જૂથો વચ્ચે મોડી સાંજે અથડામણ થઇ હતી. સામ સામે થયેલા પથ્થરમારામાં 8 મહીલા સહિત 21 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં ખસેડાયાયા હતા. જ્યારે આઠ લોકોને જૂનાગઢ રીફર કરાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. આ ઘટના અંગે બંન્ને જુથોએ સામ સામી ફરીયાદ કરતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ, માંગરોળથી 6 કિ.મી દુર આવેલા અને ત્રણેક હજારની વસ્તી ધરાવતા શેરીયાજ બારામાં ગત મોડી સાંજે ખાડીમાં જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ એકાએક મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેમાં બે જૂથના લોકો વચ્ચે વાત વણસતા સામસામે પથ્થરમારો શરૂ થતા અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોચી હતી. જેમાં ફૈઝલ મુસા શમા(ઉ.વ.22), ફારૂક હનીફ શમા(ઉ.વ.22), જેતુન મહેમુદ પટેલ(ઉ.વ.40), અકબર અયુબ ગોવાલસરી (ઉ.વ.25), સબ્બીર જાફર (ઉ.વ.25), સાબીરા મુસા ગોવાલસરી(ઉ.વ.45), અલ્તાફ જાફર(ઉ.વ.28), ફિરોઝ જાફર(ઉ.વ.24), ફારૂક ઈસા(ઉ.વ.40), સુલેમાન કાદર શમા(ઉ.વ.24), મહેબુબ પટેલ(ઉ.વ.40), ગફાર ઈસા ગોવાલસરી(ઉ.વ.40), જેતુનબેન ગોવાલસરી(ઉ.વ.50), સાદીક ગફાર(ઉ.વ.20), જુમા સુલેમાન(ઉ.વ.40), હુસેન સુલેમાન(ઉ.વ.38), હલીમા જાનીભાઈ(ઉ.વ.30), ખેરૂન મુસ્તાક શમા(ઉ.વ.25), હલીમા જુમા(ઉ.વ.25), સુખરા ઈસ્માઈલ(ઉ.વ.25), સુગરા જાફર(ઉ.વ.20) સહિતનાન3 ઈજાગ્રસ્ત હાલતમાં માંગરોળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી આઠને વધુ ઇજાઓ હોવાથી જૂનાગઢ રીફર કરાયા હતા. આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી કોડીયાતર ગામએ દોડી જઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાને લઈ ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયેલ હતો.

આ ઘટના અંગે પોલીસમાં બંન્ને જુથોએ સામ સામી ફરીયાદ નોંધાવી છે. જેમાં મહેમુદ જુસબ ગોવાલસરીએ કરેલી ફરીયાદમાં જણાવેલું કે, ફેઝલ મુસા સમા ખાડીમાં ન્હાવા જતો હોય જેથી મારા ભાઈએ તેને નાહવાની ના પાડતા ફેઝલ સમા તથા તેના ગ્રુપના સુલેમાન કાસુ સમા, હુસેન સમા,જાની સમા, હનીફ સમા, ફારૂક સમા, મુસ્તફા સમા, જુમ્મા સમા, આદમ સમા તથા અન્ય પંદરેક લોકોએ ગેરકાયદેસર મંડળી રચી મારા ભાઈ તથા અમારા માણસોને છુટા પથ્થરોના ઘા મારી ફેક્ચર જેવી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ઉપરોક્ત જણાવેલ તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 143, 147, 149, 323, 324, 325, 294(બી), 506(2), 337 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાપક્ષે હવુબેન મુસાભાઈ સમાએ કરેલી ફરીયાદમાં જણાવેલું કે, મારો છોકરો ફેઝલ ખાડીમાં પડેલ હોડીએ જતો હતો ત્યારે સામાપક્ષના અનવર ગોવાલસરીએ ખાડીએ કેમ જા છો તેમ કહી બે થપ્પડ ઝીકી દઈ આ આપડુ કીધુ કેમ ન માને તેમ કહી પોતાના માણસો મહેમુદ ગોવાલસરી, હમજા ગોવાલસરી, કમાલ ગોવાલસરી, અકબર અયુબ, સબીર જાફર, અલ્તાફ જાફર, ફિરોજ જાફર, ફારૂક યુસુબ, ગફાર ઈસા, સાદિક ગફાર, સાદિક અયુબ, મકમુલ ગુલામ, સુલેમાન ફકીરા, મહમદ ગફુર તથા દસેક અજાણ્યા શખ્સોને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી અમારા ગ્રુપના લોકોને છુટ્ટા પથ્થરોના ઘા મારી ફેક્ચર જેવી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ઉપરોક્ત જણાવેલ તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 143, 147, 149, 323, 324, 325, 294(બી), 506(2), 337 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...