તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 21 કેસ નોંધાયા, તાલાલા અને ગીરગઢડામાં સ્‍વયંભુ લોકડાઉન કરવાનો નિર્ણય

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 5,544 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
 • ગીરગઢડામાં દસ દિવસનું આંશિક અને તાલાલા શહેરમાં પાંચ દિવસ પૂર્ણ લોકડાઉન

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 7, સુત્રાપાડામાં 3, કોડીનારમાં 2, ઉનામાં 2, તાલાલામાં 4, ગીરગઢડામાં 3 નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. સારવારમાં રહેલ એક પણ દર્દી ડીસ્‍ચાર્જ કરાયો નથી.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 14 હજાર143 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 5,544 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

જીલ્‍લાના બે શહેરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય

ગીર સોમનાથ જીલ્‍લામાં વઘી રહેલા કોરોના સંક્રમણને ઘ્‍યાને લઇ અનેક ગામડાઓમાં સ્‍વૈચ્‍છિક લોકડાઉનની જાહેરાત બાદ હવે શહેરો પણ સ્‍વયંભૂ લોકડાઉન થઇ રહયા છે. જેમાં ઉનામાં જાહેરાત થયા બાદ ગઇકાલે મોડીસાંજે તાલાલા ગીર શહેરમાં પાલીકાના શાસકો, વેપારી આગેવાનો અને પોલીસ અઘિકારીઓની બેઠક મળી હતી. જેમાં તાલાલા ગીર શહેર અને પંથકમાં કોરોનાની વર્તમાન સ્‍થ‍િતિ અને વઘી રહેલા સંક્રમણ અંગે ચર્ચાઓ કરાયેલ હતી.

તાલાલામાં મળેલ બેઠકની તસ્‍વીર
તાલાલામાં મળેલ બેઠકની તસ્‍વીર

વર્તમાન પરિસ્‍થ‍િતિ જોતા પાંચ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં તાલાલા ગીર શહેરમાં તા.14 થી 18 એપ્રિલ સુધી લોકડાઉન રહશે. આ સમયગાળાના દિવસોમાં મેડીકલ અને શાકભાજીની દુકાનો સવારે 8 થી 1 વાગ્યા સુધી અને ડેરીઓ સવારે અને સાંજે 7 થી 9 વાગ્‍યા સુઘી ખુલ્લી રાખી શકાશે. આ સિવાય તમામ દુકાનો સ્‍વયંભુ બંધ રાખવાનો નિર્ણય સામુહિક નિર્ણય લેવાયાની જાહેરાત કરાઇ છે.

જયારે ગઇકાલે સાંજે ગીરગઢડા ગ્રામપંચાયતના સરપંચ કરશનભાઇ ભાલીયા, તા.પ.ના ચેરમેન ઉકાભાઈ વાઘેલા, ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશભાઈ ગાંધી, અનીલભાઇ વિઠલાણીની હાજરીમાં સામાજીક તથા વેપારી આગેવાનો જલારામ વાડી ખાતે બેઠક મળી હતી. જેમાં વર્તમાન કોરોના મહામારીની શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રસરેલ સ્‍થ‍િતિની સમીક્ષા અને દરેક નાગરીકોની સલામતી અને સુરક્ષા હેતુસર ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. જેના અંતે સ્વૈચ્‍છીક લોકડાઉન કરવાનું સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.

જેમાં તા.14 થી 25 એપ્ર‍િલ સુઘી ગામમાં તમામ વેપાર-ધંધા સવારે 6 થી બપોરે 2 વાગ્‍યા સુઘી જ ખુલ્‍લા રાખી રહેશે. બપોર બાદ તમામ વેપાર-ઘંઘા સંપૂર્ણપણે બંધ રહેશે અને માત્ર દુધની ડેરીઓ સાંજના 6 થી 9 વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. આ સમયગાળા દરમ્‍યાન દવાખાના, મેડીકલ સ્ટોર્સ, લેબોરેટરી દિવસભર ખુલ્‍લા રહેશે. ગામમાં તમામ લોકોએ કોવિડ19 ની માર્ગદર્શિકા મુજબ ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ, ભીડ ન થવા દેવા સહિતના નિયમનું પાલન કરવાનું રહેશે. જો કોઇ ભંગ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો