તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજય:ઉના પાલિકામાં ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ, મતદાન યોજાય તે પહેલા ઉના પાલિકા પર ભાજપનો કબ્‍જો

ઉના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી જંગલમાં ઝંપલાવનાર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના 21 લોકોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા
  • હવે પાલિકાની બાકી રહેલ 15 બેઠકો માટે મતદાન યોજાશે

ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય તે પૂર્વે જ પાલિકાની સતા ભાજપ હસ્‍તગત કરી લીઘી છે. કારણ કે, આજે ઉના પાલિકાના ચૂંટણી જંગમાંથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 21 અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 21 સભ્‍યો બિનહરીફ ચૂંટાય આવ્‍યા છે. જેના કારણે 36 બેઠકો વાળી ઉના પાલિકામાં બહુમતિ માટે જરૂરી 19 થી વધુ 21 ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. હવે ઉના પાલિકામાં ઔપચારીક પુરતી 15 બેઠકોની ચૂંટણીનું મતદાન થશે. આજે ઉમેદવારી પરત ખેંચનાર 21 ઉમેદવારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખો પણ સામેલ હોવાનું જાણવા મળેલ છે.

ઉના નગરપાલિકાના 9 વોર્ડોની 36 બેઠકોની ચૂંટણી યોજાનાર હતી. ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તથા અપક્ષોમાંથી 90 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ગઇકાલે ચકાસણી દરમિયાન 9 ફોર્મ અમાન્‍ય રહયા હતા. ત્‍યારબાદ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે 9 વોર્ડમાં જુદી-જુદી પાર્ટીઓ અને અપક્ષ તરીકે ઝંપલાવનાર 21 લોકોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા છે. જેના કારણે ભાજપના 21 સભ્‍યો બિનહરીફ થતા ચૂંટણી લડ્યા વગર પાલિકાની સતા પર ભાજપનો કબ્‍જો થઇ ગયો છે. જેને લઇ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. તો બીજી તરફ હવે ઔપચારીક પુરતી ઉના પાલિકાની 15 બેઠકો પર મતદાન યોજાશે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર

વોર્ડ નં.1માંથી મદીનાબેન અહમેદ મજગુલ, શબ્‍બીર હુસેન અલામિયા બહારૂની, જેસીંગભાઇ અમરભાઇ ઝણકાંત, વોર્ડ નં.3 માંથી ઇકબાલ દાઉદ ચોકવાડા, ભુમીબેન શ્રીકાંતકુમાર સોલંકી, વોર્ડ નં.5 દિપકભાઇ બાબુભાઇ બારૈયા, ક્રીષ્‍નાબેન નિલેશગીરી ગોસાઇ, રસીકભાઇ કાળાભાઇ ચાવડા, વોર્ડ નં.6 માંથી માનસીબેન મયુરગીરી ગોસાઇ, વોર્ડ નં.7 માંથી સંજયભાઇ બાબુભાઇ બાંભણીયા, આયષુમા ઇસ્‍માઇલ કુરેશી, કંચનબેન પરેશભાઇ ચૌહાણ, પરેશભાઇ ભાણજીભાઇ ચૌહાણ, વોર્ડ નં.8 માંથી હસમુખ કલ્‍યાણભાઇ વાઘેલા, અજયગીરી છગનગીરી ગોસાઇ, મુકતાબેન છગનભાઇ બાંભણીયા, અરજન બાબુભાઇ મકવાણા, ગુણંવત ભગવાન તળાવીયા, વોર્ડ નં.9 માંથી વિજય કાનાભાઇ રાઠોડ, મનીષ છગનભાઇ વાજા, ભગવાન રાણાભાઇ બારૈયા એ આજરોજ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે.

ગત ચૂંટણીમાં 36 પૈકી 35 બેઠકો પર ભાજપ વિજય થયેલ

અત્રે નોંઘનીય છે કે, ગત 2015 ની ઉના પાલિકાની ચૂંટણીમાં 36 પૈકી 35 બેઠકો પર વિજય મેળવી ભાજપએ સતાનું સુકાન સંભાળેલ જયારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી 1 બેઠક મળી હતી. દરમિયાન આગામી ઉના પાલિકાની ચૂંટણીમાં મતદાન યોજાય તે પૂર્વે જ સતાઘારી ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ થઇ જતા બેઠા બેઠા સતા બરકરાર રાખવામાં સફળતા મેળવી છે. જેની પાછળ સ્‍થાનીક ભાજપના નેતાઓની કુનેહભરી કામગીરી હોવાનું જાણકારોમાં ચર્ચાય રહેલ છે.

ભાજપએ શામ-દામ દંડ ભેદની નિતી ફોર્મ ખેચાવયાનો કોંગ્રેસનો આક્ષેપ

શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયાએ જણાવેલ કે, ભાજપના લોકોએ શામ-દામ દંડ ભેદની નિતી અપનાવીને કોંગી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લોકશાહીનું હનન કર્યુ છે. કોંગ્રેસને જે ઉમેદવારો હતા તે નબળા અને મઘ્‍યમ વર્ગના હોવાથી સતાઘારી પક્ષના ભયના માહોલ વચ્‍ચે ફરીયાદ કરવા પણ બહાર આવી શકે તેમ ન હોવાનું જણાવેલ હતુ. તો બીજી તરફ ખુદ ઉના શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંત તળાવીયાએ વોર્ડ નં. 4 અને 8 એમ બંન્‍નેમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી વોર્ડ નં.8 માંથી ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે વોર્ડ નં.4 માંથી ચૂંટણી લડી રહયાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો