તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જૂનાગઢ શહેર, ગ્રામ્યમાં એક દિવસમાં 20,923ને વેક્સિન

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હજુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં 303
  • ગુરૂવારે 5 કેસ, 60 ડિસ્ચાર્જ, 1નું કોરોનાથી મોત

જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં કોરોના સામે જંગ જીતવા આરોગ્ય વિભાગ, મનપા દ્વારા રસીકરણની કામગીરી વેગવંતી બનાવાઇ રહી છે. દરમિયાન ગુરૂવારે જૂનાગઢ શહેરમાં 2,515ને અને ગ્રામ્યમાં 18,408ને મળી એક જ દિવસમાં કુલ 20,923ને વેક્સિન અપાયા હતા. ગુરૂવારે જૂનાગઢ જિલ્લામાં વધુ 5 ને કોરોના પોઝિટીવ આવ્યો હતો.

આમાં જૂનાગઢ સિટીમાં 2, કેશોદમાં 1, માણાવદરમાં 1 અને માંગરોળમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 60 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના કારણે વંથલીમાં 1નું મોત થયું છે. જિલ્લાના 9 તાલુકામાંથી જૂનાગઢ, ભેંસાણ, માળીયા હાટીના, મેંદરડા, વંથલી અને વિસાવદર એમ 5 તાલુકામાં ગુરૂવારે કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. જોકે, હજુ જિલ્લામાં કુલ 38 કન્ટેઇનમેન્ટ ઝોન છે જેમાં 55 ઘરના 303 લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...