ચેક રિટર્ન કેસમાં કોર્ટે 20.86નો દંડ અને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. એટલું જ નહિ દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરાયો છે.
આ અંગે મળતી વિગત મુજબ ધોરાજીમાં આવેલ શ્રી કેશવ કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી જેતપુરના મયુર પ્રફુલભાઇ દવેએ ધંધા માટે લોન લીધી હતી. આ લોનની રકમની ચૂકવણી માટે મયુરભાઇ દવેએ ચેક આપ્યો હતો. આ ચેક બેન્કમાં રજૂ કરતા બેલેન્સના અભાવે રિટર્ન થયો હતો. બાદમાં ધોરાજી શાખાના મેનેજર આશિષભાઇ સરવૈયાએ વકીલ એસ. જે. વ્યાસ મારફતે કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.
આ કેસ ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદની સજા અને 20,86,500નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો 1 વર્ષ ઉપરાંત વધારાના 3 માસની સજા ફટકારી છે. આ કેસમાં કેશવ ક્રેડિટ ધોરાજી શાખાના પેનલ એડવોકેટ એસ.જે. વ્યાસ અને મેનેજર આશિષભાઇ સરવૈયા રોકાયેલા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.