તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢના આંબેડકર નગરમાં વ્યાજખોરોના વધતા જતા આતંક સામે એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના બિલખા રોડ સ્થિત આંબેડકર નગરમાં રહેતા હિરેનભાઇ બાબુભાઇ ભાષ્કરે પોતાના ભાઇની બિમારીની સારવાર માટે શહેરના એફએમ ટાવર પાસે રહેતા વિજય મોહનભાઇ સોલંકી પાસેથી 20,000 રૂપિયા 20 ટકાના ઉચ્ચા વ્યાજે લીધા હતા.
બાદમાં હિરેનભાઇએ કટકે કટકે 2,10,000 ચૂકવી દીધા હતા. તેમ છત્તાં આરોપી વિજય સોલંકીએ અવાર નવાર આપી પઠાણી ઉઘરાણી શરૂ કરી મકાન પોતાના નામે કરી આપવા ધમકી આપી હતી. એટલું જ નહિ હિરેનભાઇ તેમજ સાહેદ હર્ષદભાઇ સાથે ઝઘડો કરી હર્ષદભાઇને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા આગળની તપાસ પીએસઆઇ એ. કે. પરમારે હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.