જૂનાગઢમાં 200 જેટલા વેપારીને સરકાર માન્ય ફૂડ સેફ્ટીના સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું. આ અંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જૂનાગઢ જિલ્લા નોડલ ઓફિસર યોગેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,ભારત સરકારના ફૂડ સેફ્ટીના કાયદા અનુસાર દરેક ખાદ્ય ઉત્પાદક, વિતરક, વેંચનારે સરકાર માન્ય ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે.
આ માટે વેપારીએ આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો હોય છે. આપની દુકાન-પેઢી, હોટેલ,રેસ્ટોરન્ટ, કેબીન, રેંકડી કે જાહેરમાં ખાદ્ય ખોરાક વેંચતા હોય ત્યાં ફૂડ સેફ્ટીનો સ્ટાફ આવી ફોર્મ ભરી જશે અને અને બાદમાં સર્ટિફિકેટ બનાવી આપશે.
આ ટ્રેનીંગ સર્ટિફિકેટ મેળવવા માટે નિયમ મુજબ ફિ ભરવાની હોય છે અને તે સર્ટિની મુદ્દત 2 વર્ષની રહેશે. ફૂડ સેફ્ટિ ટ્રેનીંગનો હેતુ દરેક લોકોને સ્વચ્છ અને ભેળસેળ રહિત શુદ્ધ ખોરાક મળે તે છે. દરમિયાન તાજેતરમાં જ શહેરના આવા 200 વેપારીઓને ફૂડ કમિશ્નર જે.એચ. શાહ, ડિસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર યોગેશભાઇ ચાવડા, કો ઓર્ડિનેટર મનોજભાઇ બારૈયા અને સ્ટાફ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.