કોર્ટનો નિર્ણય:સગીરા પર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનારને 20 વર્ષની સખત કેદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના 66 કેવીમાં રહેતો શખ્સ ભગાડી ગયા બાદ દોઢ વર્ષે પકડાયો 'તો

જૂનાગઢની એક સગીરાને 66 કેવી વિસ્તારમાં રહેતા એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચરતાં તે સગર્ભા બની હતી. અને એક પુત્રને જન્મ આપ્યો હતો. આ બનાવમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

જૂનાગઢના 66 કેવી વિસ્તારમાં રહેતા સલીમ ઇકબાલભાઇ શેખ (ઉ. 20) નામના શખ્સે જૂનાગઢનીજ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તે જીઆઇડીસીમાં મજૂરી કામે ગઇ હોવાની ફરિયાદ તા. 17 ફેબ્રુ. 2019 ના રોજ નોંધાઇ હતી. બાદમાં તા. 30 સપ્ટે. 2020 ના રોજ બંને ભવનાથમાંથી પકડાયા હતા. એ વખતે સગીરા 5 માસના બાળકની માતા બની ગઇ હતી.

આથી પોલીસે સલીમ સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. આ અંગેનો કેસ જૂનાગઢની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ જજ ટી. ડી. પડીઆએ સલીમને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા સહિત બીજી કલમો હેઠળ જુદી જુદી સજા અને કુલ રૂ. 11 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...