કાર્યવાહી:સગાઇ તોડાવી ભગાડી દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખ્ત કેદ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માળિયાના અવાણિયાનો શખ્સ સગીરાને ભગાડી ગયો 'તો

માળિયા હાટીના તાલુકાના અવાણિયાનો એક શખ્સ 2 વર્ષ પહેલાં ગામનીજ એક સગીરાને ભગાડી ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ સામેનો કેસ ચાલી જતાં કોર્ટે તેને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 7,500 નો દંડ ફટકાર્યો છે. માળિયા હાટીનાના અવાણિયાનો પરેશ ઉર્ફે પ્રવિણ જીકાભાઇ ઘાના (ઉ. 21) નામનો શખ્સ તા. 3 જુન 2019 ના રોજ ગામનીજ એક સગીરાને ભગાડી ગયો હતો. આ અંગેની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઇ હતી.

તા. 6 જુન 2019 ના રોજ બંને મળી આવ્યા હતા. સગીરાની અગાઉ સગાઇ પણ થઇ હતી. જે આરોપીએ તોડાવી નાંખી હોવાનું અને પરેશે સગીરાને મોબાઇલ ફોન પણ આપ્યાનું ફરિયાદમાં જણાવાયું હતું. દરમ્યાન સગીરાની કેફિયતના આધારે પોલીસે પરેશ સામે દુષ્કર્મની કલમો પણ ઉમેરી હતી.

આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના ત્રીજા એડી. સેશન્સ જજ ટી. ડી. પડીઆની કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ નિરવ પુરોહિતની દલીલોને માન્ય રાખી આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ. 7,500 નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...