તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ટ્રાફિકને અડચણરૂપ 20 કેબીન, 25 છાપરા હટાવાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસ સ્ટેશન નજીક દબાણ હટાવ કામગીરી
 • શહેરમાં હજુ પણ દબાણ દૂર કરવાની કામગીરી કરાશે

જૂનાગઢના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ થયું હતું. આ અંગેની ફરિયાદ મળતા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ હતી. આ અંગે દબાણ શાખાના અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશન જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં કેબીન ધારકોએ ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ દબાણ કર્યું હતું. જ્યારે અનેક દુકાન ધારકોએ પણ છાપરા કાઢતા ટ્રાફિકને અડચણ થતી હતી. આ અંગેની ફરિયાદ બાદ મનપાના કમિશ્નર તુષાર સુમેરાની સુચનાથી દબાણ અધિકારી ભરત ડોડીયા અને ટીમે જઇ બસ સ્ટેશન વિસ્તારમાંથી 20 કેબીનો તેમજ 25 છાપરાને દૂર કરાવ્યા હતા. દરમિયાન શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો