સાદાઇથી લગ્ન:જૂનાગઢના 2 સમાજ સેવકોએ સંતાનોના સાદાઇથી લગ્ન કર્યા

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમુહલગ્નના પ્રણેતાના પુત્ર અને પૂર્વ નાયબ કલેકટરની પુત્રીના લગ્ન
  • બન્ને પક્ષે મળી માત્ર 100ની હાજરી,વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન

જૂનાગઢના બે સમાજ સેવકોએ પોતાના સંતાનોના લગ્ન સાદાઇથી કરી સમાજમાં નવો જ રાહ ચિંધ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં 1,950 દીકરીઓને સમુહલગ્નના માધ્યમથી સાસરે વળાવનાર સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાના પુત્ર હિમાંશુના લગ્ન પૂર્વ નાયબ કલેકટર અને ડો. હરિભાઇ ગોઘાણી શૈક્ષણિક સંકુલના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે ઠેસીયાની દીકરી ડો. ફોરમ સાથે નક્કી થયા હતા.

બન્ને પરિવારોએ આર્થિક રીતે સુખી સંપન્ન હોવા છત્તાં તેમજ લોક ડાઉનના નિયમો હળવા થવા છત્તાં સમાજને નવો રાહ ચિંધવા માટે કોઇપણ પ્રકારની ઝાકમઝોળ વિના અત્યંત સાદાઇથી લગ્ન કર્યા હતા.ભવનાથ સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે ગાયત્રી પરિવારના મંત્રોચ્ચાર સાથે યોજાયેલા લગ્નમાં બન્ને પક્ષે મળીને માત્ર 100 વ્યક્તિની ઉપસ્થિતી રહી હતી. આ તકે બીપીનભાઇ રામાણી, જી.કે ગજેરા,ભુપતભાઇ ભાયાણી, મૃણાલિનીબેન ગોધાણી, ડો. મહેન્દ્રભાઇ ગોધાણી, પ્રિતીબેન વઘાસીયા વગેરેએ ઉપસ્થિત રહી નવ દંપત્તિને આશિર્વચન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...