ધરપકડ:મોબાઇલ આંચકીને બાઇક પર ભાગી જનાર 2 શખ્સ ઝડપાયા

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ ફોન આંચકીને બાઇક પર ભાગી જનાર 2 શખ્સને ભવનાથ પોલીસે ગણત્રીની કલાકોમાં ઝડપી લીધા છે. પોલીસે મોબાઇલ તેમજ ચોરીમાં વપરાયેલ બાઇક કબ્જે કરી બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભવનાથ પીએસઆઇ એમ.સી. ચુડાસમા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, 2 શખ્સો બાઇક પર આવી મોબાઇલ ઝુંટવીને નાસી ગયા હતા જે બાઇક લઇને પસાર થઇ રહ્યા છે.

બાદમાં ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા અને સ્ટાફે વોચ ગોઠવી બાઇક પર પસાર થતા બન્ને શખ્સોને ગણત્રીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન તેમજ આ ગુનામાં વપરાયેલ જીજે 11 સીબી 8113 નંબરનું બાઇક ઝપ્ત કરી બન્ને શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીમાં શહેરની કામદાર સોસાયટીમાં રહેતા 20 વર્ષિય પ્રેમભાઇ પ્રવિણભાઇ સોલંકી અને 22 વર્ષિય દિવાન ઉર્ફે ડાડો બકુલભાઇ ઝાલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...