તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આંબલીયાથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા

જૂનાગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂની હેરાફેરી કરે તે પહેલા પોલીસ ત્રાટકી
 • દારૂ સહિત 46,800નો મુદ્દામાલ કબ્જે, અન્ય 4 ની શોધખોળ

જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામેથી પોલીસે દારૂ સહિત 46,800 ના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી લીધા છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલુકા પોલીસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા અને સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી કે આંબલીયા ગામે છુપાવેલા ઇંગ્લીશ દારૂની હેરાફેરી થવાની છે. ધંધુસર ગામના નાગા લાખાભાઇ થાપલીયા, વિપુલ ઉર્ફે કડી સુરાભાઇ સુત્રેજા, નવઘણ નથુભાઇ મેર, ભરત પરબતભાઇ મુળીયાશીયા તેમજ આંબલીયા ગામના મુસ્તાક ઉર્ફે સોહિલ સલીમભાઇ સુમરા અને હારૂન હાજીભાઇ સુમરાએ આંબલીયા ગામે મુસ્તાક ઉર્ફે સોહિલ સલીમભાઇ સુમરાના વાડામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડ્યો છે જેની હેરફેર કરવાના છે.

બાદમાં પોલીસે ત્રાટકી બિયરની 17 પેટ્ટી નંગ 408 કિંમત 40,800 તેમજ 2 મોબાઇલ કિંમત 6,000ના મળી કુલ 46,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મુસ્તાક ઉર્ફે સોહિલ સલીમ સુમરા અને હારૂનભાઇ હાજીભાઇ સુમરાને ઝડપી લઇ બાકીના 4 આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો