તપાસ:જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 મોબાઈલ મળ્યા, કાચા કામનાં 3 કેદી સામે પોલીસમાં ફરિયાદ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢ જેલમાંથી કાચા કામનાં કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામનાં કેદીઓએ જેલની બેરેકની અંદર બેરેકમાં સ્ટાઈલ્સ તોડી બાખોરુ બનાવી તેમની અંદર મોબાઈલ રાખ્યો હતો. જે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.

આ ઉપરાંત ખોલી નં-4નાં પાછળનાં ભાગે કોટ તેમજ ખુલ્લી વચ્ચેનાં ભાગેથી પણ એક મોબાઈલ મળી આવતા પોલીસે નરેશ ઉર્ફે ભકો ખીમજી ભજગોતર, બાબા ઉર્ફે બબા હાજાભાઈ ચૌધરી, સલીમ ઉર્ફે સુલતાન બહાદુર સિરાજી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જેલ સહાયક કલ્પેશભાઈ ચંદુભાઈએ એ-ડિવીઝન પોલીસમાં આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કે આ મોબાઈલ કોણે પહોંચાડ્યા અને કેટલા સમયથી રખાયા હતા. એ મુદ્દે ઝીણવટભરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...