તપાસ:2 શખ્સે યુવાનને પકડ્યો અને ત્રીજાએ છરીથી હુમલો કર્યો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં એક યુવાનનાં ઘર પાસે ત્રણ શખ્સ ગાળો બોલતા હતા. જેથી તેમના ભાઈને ફોન કરી બોલાવતા તેમને પણ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી છરી વડે હૂમલો કરાયો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા ધર્મેશભાઈ જમનાદાસભાઈ ટાટમીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ધર્મેશભાઈ તેમના ઘરે હોય એ સમયે તેના ભાઈ શૈલેષનો ફોન આવ્યો હતો કે, મારા ઘરની પાસે ત્રણ લોકો ગાળો બોલે છે. જેથી ધર્મેશ ત્યાં ગયો હતો.

ઈલ્યાશ ઉર્ફે ઈલુ, સાજીદ ઉર્ફે તાઉ, પરેશ ઉર્ફે બાદલ મકવાણાએ ગાળો ભાંડી હતી. અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયા હતા. અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ ઈલ્યાશ અને પરેશે ધર્મેશને પકડી રાખ્યો હતો. અને સાજીદે છરી કાઢી ધર્મેશને હાથ પર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...