તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો ત્રાસ:સમઢિયાળા અને ગડુમાંથી એક જ દિવસમાં 2 દીપડા પકડાયા, 1નું મોત

માળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
માળિયા હાટીના - Divya Bhaskar
માળિયા હાટીના
  • માણેકવાડામાં દીપડો પાંજરાની બાજુમાં આવી પાણી પી પાછો જતો રહ્યો

વનવિભાગે આજે માળિયા હાટીના તાલુકામાં એકજ દિવસમાં બે દીપડાને પકડવામાં સફળતા મેળવી છે. જોકે, કેશોદ તાલુકાના માણેકવાડામાં આંટાફેરા મારતો દીપડો જાણેકે, વનવિભાગને હાથતાળી આપી રહ્યો છે. માળિયાના સમઢિયાળા ગામે ઘણાં લાંબા સમયથી દીપડાનો ત્રાસ હતો.

ખેડૂતોમાં ભયનો માહોલ હતો. ત્યારે તા. 7 ના રોજ ખેડૂત પુત્ર મહેશભાઈ બાલુભાઈ રાઠોડને દીપડાએ ઇજા પહોંચાડી હતી. તેમને ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. ત્યારે નરેશભાઈ રાઠોડને જાણ કરતાં તેમણે માળિયાના આરએફઓ અશોકભાઈ અમીનને જાણ કરતાં ફોરેસ્ટર આર. વી. ચાંડેરા, પરમાર હરેશભાઈ, અમિતભાઈ ચુડાસમા, હરસુખભાઈ સોલંકી, રણજીતભાઈની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે તા. 9 જુને વહેલી સવારે મનસુખ રામભાઈ ભાદરકાની વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો હતો. ખેડૂતોના કહેવા મુજબ હજુ પણ અહીં દીપડા હોઇ ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું છે.

ગડુ
ગડુ

દરમિયાન સવારે સમઢિયાળા બાદ વન વિભાગે બપોર બાદ માળિયા હાટીનાના ગડુ ગામે એમ. જી. પારેખની વાડીમાંથી દીપડો પકડ્યો હતો. વાડીની લાઇટની ઓરડીમાં દીપડો ઘૂસી ગયા બાદ તેમાં પૂરાઇ ગયો હતો. આથી આરએફઓ અમીનને જાણ કરાતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ગડુ પહોંચ્યો હતો. અને દીપડાને પકડી પાંજરે પૂરી સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો. દરમિયાન આજે પકડાયેલા બે પૈકી એક દિપડાને સાસણ એનિમલ કેર સેન્ટર લઇ જવાતો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયાનું સીસીએફ ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું. દરમ્યાન કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આંબાવાડીમાં દીપડાએ રહેઠાણ બનાવી લીધું છે.

થોડા દિવસ પહેલાં એક વાછરડી અને શ્વાનનું મારણ કર્યું હતું. બાદમાં વનવિભાગે પાંજરું મૂકી તેને કેદ કરવાની તજવીજ હાથ ધરી હતી. પણ ચાલાક દીપડો પાંજરે પુરાતો નથી. દીપડાને નજરે જોનાર એક યુવાને જણાવ્યું હતું કે, રાત્રીના સમયે દીપડો પાંજરા નજીક આવ્યો હતો. પરંતુ પાસે જ પાણીનો કુંડો હોઇ ત્યાં આવી તરસ છિપાવી નિકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...