તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મારામારીના ગુનામાં ફરાર થયેલા 2 આરોપી ઝડપાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલમાંથી જામીન મેળવી 8 માસથી ફરાર હતા
  • પેરોલ ફર્લો સ્કોડે મજેવડી, જોશીપરામાંથી દબોચી લીધા

જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી 8 માસથી ફરાર થયેલા 2 આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધા છે. વિવિધ ગુનામાં જામીન મેળવી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. જેને પગલે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કવોડે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે મારામારીના ગુનાના 2 આરોપી જેલમાંથી જામીન મેળવી 8 માસથી ફરાર થયા હતા.

આ બન્ને આરોપી મજેવડી અને જોષીપરામાં છે. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડના પ્રદિપભાઇ ગોહિલ, રમેશભાઇ માલમ, સંજયભાઇ વઘેરા, સંજયભાઇ ખોડભાયા વગેરેએ તપાસ હાથ ધરી જમાલવાડી વિસ્તારના હનીફ હાજી સુમરાને મજેવડી દરવાજા પાસેથી તેમજ જોષીપરા નંદનવન વિસ્તારના સાજીદ ઉર્ફે તાઉ ઇકબાલ સંધીને જોષીપરા શાક માર્કેટ પાસેથી ઝડપી લઇ બન્નેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો