તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોરઠની બે જિલ્લા પંચાયત અને 15 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી.કાલે ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ છે. સોરઠની જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 58 બેઠક ઉપર 270 ફોર્મ રજુ થયા હતાં. સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન 85 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં અને 185 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જ્યારે ભેંસાણ,જૂનાગઢ, કેશોદ,માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર,વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડિનાર, ઊના અને ગિર ગઢડા તાલુકા પંચાયતની 286 બેઠક ઉપર 1240 ફોર્મ રજુ થયા હતાં તે પૈકી 403 ફોર્મ અમાન્ય અને 837 ફોર્મ માન્ય રહ્યાં હતાં. મંગળવારનાં સવારથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થશે. બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતની 16 બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ ઓછા ઉમેદવાર રહે તેવા પ્રયાસ કરી રહ્યું છે.
મજેવડી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. હવે આ બેઠકર ભાજપ, અપક્ષ અને બસપાનાં ઉમેદવાર રહ્યાં છે. આ બેઠક બિનહરીફ કરવા ભાજપ પ્રયાસ કરી રહી છે. જયારે તાલુકા પંચાયતની બિલખા-2 અને વધાવી બેઠક પર પણ હવે કોંગ્રેસનાં ઉમેદવાર રહ્યાં નથી.
ભોજદે બેઠકનાં આપ જાતી દાખલો રજુ ન કરી શક્યાં
ભોજદે તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ફોર્મમાં જાતીનો દાખલો રજુ કર્યો ન હતો. દાખલો આજ સુધી આપી ન શકતા ફોર્મ ચકાસણીમાં તેનું ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું છે.
આપનાં ઉમેદવાર મેન્ડેટ રજુ ન કરાતા ફોર્મ રદ થયું
ઊના તા. પં.ની 26 બેઠક પર 78 ફોર્મ ભરાયા હતા. 16 ફોર્મ રદ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું મેન્ડેટ રજુ ન થતા ફોર્મ રદ કરેલ. હવે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ફોર્મ ખેચાશે. બાદમાં ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
ઊના નગરપાલિકા - મેન્ડેટ રજુ ન થતા ફોર્મ રદ, બીજા ફોર્મ ક્ષતીનાં કારણે રદ
ન.પા.ની 9 વોર્ડની 36 બેઠકના કુલ 90 ફોર્મ ભાજપ, કોંગ્રેસ, આપ, સમાજવાદી પાર્ટી, તેમજ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નંબર 1 માં મેન્ડેટ રજુ ન કરાતા એક ફોર્મ રદ કરાયું હતું. વોર્ડ નં.6 માં એક ફોર્મમાં બહુજન મુક્તી પાર્ટી ચુંટણીપંચ માન્ય ન હોય જેથી રદ કરાયુ હતું. તેમજ વોર્ડ નં.9 માં એક ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું હતું. ભાજપના 36, કોંગ્રેસના 31, આપ.ના 10, સમાજવાદી પાર્ટી 1, અપક્ષના 6 ફોર્મ મળી 84 ફોર્મ માન્ય રહ્યા છે.
તાલાલા નગરપાલિકા - 8 ઉમેદવાર મેન્ડેટ આપી ન શકયાં, 9 ફોર્મ રદ થયા
તાલાલા નગર પાલિકામાં ઉમેદવારી પત્ર ચકાસણીમાં 8 ફોર્મ મેન્ડેટ ન હોવાથી એને એક ફોર્મ અધુરૂ઼ં હોવાથી રદ થયું છે. જેમાં વોર્ડ નં 1માં 17 ઉમેદવાર, વોર્ડ નંબર 2માં 10 ઉમેદવાર, વોર્ડ નંબર 3માં 9 ઉમેદવાર, વોર્ડં નંબર 4માં 8 ઉમેદવાર, વોર્ડ નંબર 5માં 8 ઉમેદવાર, વોર્ડ નંબર 6માં 15 ઉમેદવાર મળી કુલ 67 ઉમેદાવર માન્ય રહ્યાં છે. કુલ 76 ફોર્મમાંથી 9 ફોર્મ અમાન્ય થાય છે. તેમજ કાલે ફોર્મ પરત ખેંચવામાં આવશે.
સુત્રાપાડા નગરપાલિકા - 93 ફોર્મમાંથી હવે 67 ફોર્મ માન્ય, 26 ફોર્મ અમાન્ય રહ્યાં
સુત્રાપાડા નગરપાલિકા 24 સીટ માટે 93 ફોર્મ માંથી 67 ફોર્મ માન્ય રહ્યા હતાં. સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી માટે ટોટલ 6 વોર્ડનાં 24 સીટ માટે અલગ અલગ પાર્ટી માથી 93 ફોર્મ ભરાયા હતા.આજે 67 ફોર્મ માન્ય રહ્યા હતા. જયારે26 ફોર્મ અમાન્ય રહ્યા.જેમાં માન્ય રહેલા ફોર્મ વોર્ડ નં-1 માં 11 ફોર્મ,વોર્ડ નં-2માં 14 ફોર્મ ,વોર્ડ નં-3માં 12 ફોર્મ, વોર્ડ નં-4 માં10 ફોર્મ , વોર્ડ નં-5 માં9 ફોર્મ,વોર્ડ નં-6માં 11ફોર્મ રહ્યાં છે.
વેરાવળ નગરપાલિકા - ભાજપનાં ઉમેદવારે શૌચાલયનો દાખલો રજુ ન કર્યો, 44 ફોર્મ રદ
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના 168 ફોર્મ ભર્યા હતા. જેમાં આજે ચકાસણીનાં અંતે 44 ફોર્મ અમાન્ય થયા હતા. જ્યારે આપનાં ઉમેદવાર દેવેન્દ્રભાઇ માંડાભાઇ ચોપડાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. તો વેરાવળ વોર્ડ નંબર 5 મા ભાજપના ઉમેદવાર કેશરબેનભાનુભાઈ ચુડાસમાએ શૌચાલયનો દાખલો રજુ ન કરતાં ફોર્મ રદ કરવામાં હતું. તો બહુજન સમાજ પાર્ટીના ઉષાબેન લાલજીભાઈ ચાવડાએ યોગ્ય મેન્ડેટ રજુ ન કરતા ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યું હતું.
કેશોદ નગરપાલિકા - આપનાં ઉમેદવારનાં ટેકેદાર અન્ય વોર્ડનાં નિકળ્યાં
કેશાેદ નગરપાલિકાનાં કુલ 9 વાેર્ડમાં 36 બેઠકાે પર ભાજપના 36, કાેંગ્રેસના 36, આમ આદમી 32, એનસીપી 3 જયારે અપક્ષના 3 ઉમેદવારાે એમ મળી કુલ 110 ઉમેદવારાેનાં ફોર્મ માન્ય રહ્યાં છે.ચૂંટણી ફાેર્મ ભરવાની પ્રક્રિયામાં આપ પાર્ટીના વાેર્ડ નં 3 ના ઉમેદવાર બાલુભાઇ પરમારનું ફાેર્મ અધુરી માહિતીને કારણે રદ થયું હતું. આ અંગે બાલુભાઇ દ્વારા જણાવ્યું હતું કે, મારા ટેકેદારનું ચુંટણી કાર્ડ અન્ય વાેર્ડનું નીકળતાં ફોર્મ માન્ય ન રહ્યું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.