આયોજન:કૃષિ યુનિ.માં આજીવિકા સુધારણા, કૃષિ વિકાસનો 2 દિવસીય પરિસંવાદ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રિયકક્ષાના પરિસંવાદમાં 600 જેટલા વૈજ્ઞાનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતી રહેશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 24 અને 25 જૂનના આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ માટે વિસ્તરણ પ્રવૃત્તિઓના સહયોગાત્મક અભિગમો અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાશે. સોસાયટી ઑફ એક્સ્ટેંશન એજ્યુકેશન, ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આ પરિસંવાદ યોજાશે જેમાં ભારતભરમાંથી 600 થી વધુ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતો આમાં ભાગ લેશે.

આ પરિસંવાદમાં ભાગ લેનારાઓ પાસેથી માત્ર શ્રેષ્ઠ કૃતિઓ જ નહીં, પણ ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓને કૃષિ વિસ્તરણના નવા ક્ષેત્રો શોધવા અને સંશોધન હાથ ધરવા માટે કેટલીક નવી લીડ્સ, વિચારો અને આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે 6 થીમ પર પ્રકાશ પાડવામાં આવશે. કૃષિ વિસ્તરણની નવી ટેકનીક અને સાધનો વિષે મહત્વની ચર્ચા થશે. આ રાષ્ટ્રીય પરિસંવાદમાં 26 ફેકલ્ટી એવોર્ડ્સ, 16 ફાર્મર્સ એવોર્ડ્સ તથા 28 બેસ્ટ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ્સ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...