તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડામાર તૈયારી:જગન્નાથ મંદિરે અષાઢી બિજની ઉજવણીનું 2 દિવસિય આયોજન

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા અંગે તંત્રની મંજૂરીની જોવાતી વાટ
  • વિષ્ણુયાગ યજ્ઞ, શાહી સ્નાન, હાંડીભોગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

જૂનાગઢના જગન્નાથ મંદિરે અષાઢી બિજની 2 દિવસીય ઉજવણીને લઇ તડામાર તૈયારી શરૂ કરી દેવાઇ છે. પૂરીના જગન્નાથજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામની મૂર્તિઓ જૂનાગઢના ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિરમાં છે. દરમિયાન પ્રતિ વર્ષ અષાઢી બિજની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 11 અને 12 જૂલાઇ એમ 2 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું રથયાત્રા સમિતી દ્વારા આયોજન કરાયું છે.

અષાઢી બિજની પૂર્વ સંધ્યાએ 11 જૂલાઇ રવિવારે સવારે મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞ, રાત્રે સત્યનારાયણની કથા કરવામાં આવશે. જ્યારે 12 જૂલાઇ સોમવાર અષાઢી બિજના દિવસે ભગવાનને શાહી સ્નાન, નવા વસ્ત્રો પરિધાન, મહાઆરતી તેમજ હાંડીભોગ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. કોરોનાના કારણે ગત વર્ષે શોભાયાત્રા રદ કરાઇ હતી. આ વર્ષે કોરોનાના કેસ ઘટી જતા અને બધું અનલોક થતા શોભાયાત્રા કાઢવા અંગે તંત્ર પાસે મંજૂરી મંગાઇ છે.

મંજૂર મળશે તો કોરોનાની ગાઇડ લાઇન મુજબ રથયાત્રા શહેરના માર્ગો પર ફરશે. કાર્યક્રમને સફળ બનાવવા રથયાત્રા સમિતીના પ્રમુખ મહંત તનસુખગીરી બાપુના માર્ગદર્શનમાં જનકભાઇ પુરોહિત, વિરેનભાઇ શાહ, રાજેન્દ્રભાઇ ચુડાસમા, નવનીતભાઇ શાહ, શૈલેષભાઇ પારેખ, મનસુખભાઇ વાજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...