કોરોના સંક્રમણ:સતત બીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં 2 કોરોના પોઝિટીવ

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 દર્દી ડિસ્ચાર્જ થતા 1 કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઘટ્યો

જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે 2 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. જોકે, સામે 3 દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ અંગે મળતી વિગત મુજબ ગુરૂવારે જૂનાગઢ શહેરમાં 1 અને કેશોદમાં 1 મળી 2 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા હતા. જ્યારે શુક્રવારે જૂનાગઢ શહેરમાં 1 અને મેંદરડામાં 1 મળી કુલ 2 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. જોકે,શુક્રવારે જૂનાગઢ સિટીના 3 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હોય તેમને ડિસ્ચાર્જ કરાયા છે. 3 દર્દી ડિસ્ચાર્જ થતા કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં 1નો ઘટાડો થયો છે.

ગુરૂવારે 9 કન્ટેનમેન્ટ ઝોનમાં 13 ઘરના 42 લોકોનો સમાવેશ થતો હતો. જ્યારે શુક્રવારે 3 દર્દી ડિસ્ચાર્જ થતા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 9 માંથી 8 થઇ ગઇ છે. જ્યારે 13 ઘરમાંથી 10 ઘર થયા છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ લોકોની સંખ્યા 42 માંથી ઘટીને 34 ની થઇ ગઇ છે. દરમિયાન શુક્રવારે શહેરમાં 3,932 અને ગ્રામ્યમાં 23,016 મળી એક જ દિવસમાં કુલ 26,948ને વેક્સિન અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...