કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 2 કોરોના પોઝિટીવ કેસ

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં ફરી કોરોનાએ દેખા દીધી છે. મંગળવારે જિલ્લામાં વધુ 2ને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે 3 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. આ અંગે મળતી વિગત મુજબ મંગળવારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 1 અને માણાવદરમાં 1 મળી કુલ 2 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. બીજી તરફ જૂનાગઢ સિટીમાંથી 2 અને જૂનાગઢ તાલુકામાંથી 1 મળી કુલ 3 દર્દીએ કોરોનાને હરાવ્યો હોય સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.

જ્યારે 2 કન્ટેનમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં 2 ઘરના 9 લોકોનો સમાવેશ થયો છે. દરમિયાન 20 રથ અને 20 મેડિકલ ટીમ દ્વારા મોબાઇલ ઓપીડીની કામગીરી કરવામાં આવી હતી જેમાં 1,775 લોકોના આરોગ્યની તપાસણી કરાઇ હતી. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં 3,052 અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં 8,489 મળી એક જ દિવસમાં વધુ 11,541 લોકોને કોરોના વેક્સિન અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...