તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે પક્ષના વ્હીપનો અનાદર કરી ભાજપના ઉમેદવારોને મદદના હેતુથી સામાન્ય સભામાં ગેરહાજર રહેનાર તા.પં.ના બે સભ્યોને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે.
વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે તા.18 માર્ચના સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના સભ્યોને વ્હીપ આપી પક્ષના ઉમેદવારોને મત આપવા સુચના આપી હતી. પરંતુ તા.પં.ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે શાપુર-1 તા.પં.ની સીટપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય વેજીબેન સામતભાઈ ભારાઈ તથા શાપુર સીટ-૨ પરથી ચૂંટાયેલા મુકતાબેન ગોરધનભાઈ ચૌહાણ ભાજપના ઉમેદવારોને મદદ કરવાના હેતુથી સામાન્ય સભામાં ગેરહાજર રહી પક્ષના વહીપનો અનાદર કર્યો હતો.
આ પક્ષવિરોધી પ્રવૃતિ બદલ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ વંથલી તાલુકા પંચાયતના સભ્ય વેજીબેન ભારાઈ તથા મુકાતાબેન ચૌહાણને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે. આગામી સમયમાં તા.પં.ના સભ્યપદેથી દૂર કરવા અંગેની પણ કાનુની કાર્યવાહી થશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.