તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં 2 કેસ, 21 દર્દી ડિસ્ચાર્જ, 0 મોત

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આઠ તાલુકામાં કોરોનાનાં એક પણ કેસ નહીં
  • જૂનાગઢ જિલ્લામાં હજુ 101 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે જ્યારે મોતનો આંક પણ શૂન્ય થઇ ગયો હોય લોકો સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે કુલ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 21 દર્દીએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે મોતની સંખ્યા ઝીરો થઇ ગઇ છે.

જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર માળીયા હાટીના અને માણાવદર એમ માત્ર બેજ તાલુકામાં 1- 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ સિટી તેમજ 7 તાલુકામાં શુક્રવારે એકપણ કોરોના પોઝિટીવ દર્દી નોંધાયો નથી. દરમિયાન હજુ જિલ્લામાં કુલ 15 કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત છે જેમાં 19 ઘરના 101 લોકોનો સમાવેશ થયો છે.

જ્યારે કોરોના સામે જંગ જીતવા માટે વેક્સિનની કામગીરી પર ભાર મુકાઇ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં શુક્રવારે 2,444 લોકોને તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં 5,641 મળી એક જ દિવસમાં 8,055 લોકોને કોરોના રક્ષિત કરવા રસી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...