તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 267 દિવસ બાદ કોરોનાના 2 કેસ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જુન-જુલાઇ મહિનામાં 40થી વધુ કેસ નોંધાતા હતા, હવે કોરોના મહામારી કંટ્રોલમાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ કોરોના જાણે હાંફી ગયો હોય તેમ માત્ર 2 જ કેસ નોંધાયા છે. જોકે જ્યારે કોરોનાની શરૂઆત હતી અને સર્વત્ર લોક ડાઉન કરી દેવાયું હતું ત્યારે જૂનાગઢ છેક 41 દિવસ સુધી કોરોના મહામારીથી મુક્ત રહ્યું હતું. બાદમાં પણ માત્ર 2 કેસ નોંધાયા હતા. ત્યારે હવે બરોબર 267 દિવસ બાદ ફરી માત્ર 2 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો અને જેને પગલે દેશભરમાં લોક ડાઉન કરાયું હતું ત્યારે પણ જૂનાગઢમાં કોરોના પગપેસારો કરી શક્યો ન હતો. એટલું જ નહિ પૂરા એક, બે નહિ પરંતુ છેક 41 દિવસ સુધી કોરોનાને જૂનાગઢમાં પ્રવેશ મળ્યો ન હતો. દરમિયાન 41 દિવસ બાદ 5 મે 2020ના ભેંસાણ આરોગ્ય કેન્દ્રના 2 કર્મીને કોરોના પોઝિટીવ આવ્યો હતો. બસ પછી કોરોનાએ જાણે સ્પિડ પકડી હતી. કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. જૂન, જૂલાઇમાં દરરોજ 40 થી વધુ કેસ નોંધાતા હતા. જોકે, હવે ધીમેધીમે કોરોના નાસીપાસ થઇ રહ્યો હોય તેમ કેસની સંખ્યા સતત ઘટી રહી છે. દરમિયાન 7 ફેબ્રુઆરી 2021ના માત્ર 2 કેસ નોંધાયા છે. આમ, 267 દિવસ પછી કોરોનાના ફરી 2 કેસ નોંધાયા છે. રવિવાર 7 ફેબ્રુઆરી 2021ના જૂનાગઢ જિલ્લામાં માત્ર 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાં 1 કેસ જૂનાગઢ સિટીનો છે, જ્યારે 1 કેસ માણાવદર તાલુકાનો છે. જ્યારે જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકામાં રવિવારે એકપણ કેસ નોંધાયો નથી તેમજ 8 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાલ 6 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 19 ઘરના 79 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથમાં રવિવારે 2ને કોરોના પોઝિટીવ આવ્યો છે સામે 3 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિન આપવાની કામગીરી પુર જોષમાં ચાલી રહી છે. તેમજ આજ સુધી આપવામાં આવેલ રસીમાં કોઇ પણ કર્મચારીઓને આડ અસર થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો