અકસ્માત:વંથલી નજીક 2 કાર અથડાઈ, 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 મારફત જૂનાગઢ સારવાર માટે લઈ જવામાં આવ્યા

વંથલી પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢ રોડ પર વંથલી પાસે 2 કાર સામ સામે અથડાઈ હતી.અને અકસ્માત સર્જાયો હતો જેમાં દામોદરદાસ કારીયા અને પદુભા નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી અને 108ને જાણ કરવામાં આવતા ઇએમટી ડો.હર્ષાબેન,પાઇલોટ હિતેન્દ્રભાઈ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા.આ અકસ્માતના બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...