બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા:સોનાના દાગીના ચમકાવવાના બહાને છેતરપિંંડી કરતા 2 બિહારી ઝડપાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરાપુરના મહિલાના 58,989ના સોનામાંથી 15,000નું સોનું કાઢી લીધું હતું

સોનાના દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી કરનાર બિહાર રાજ્યના 2 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા છે. આ અંગેમળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગિર ગામના અમીનાબેન વેગદાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે ઘરે એકલા હતા ત્યારે 2 શખ્સો જૂના દાગીના ધોવાના બહાને આવ્યા હતા. બાદમાં 58,989ના ચેઇનમાંથી 15,000નું સોનું કાઢી લઇ છેતરપિંડી કરી હતી. દરમિયાન છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી લેવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે, છેતરપિંડીથી સોનું કાઢી લેવામાં જીજે 11 એસી 6515 ના ચાલક અને તેની સાથે રહેલ શખ્સની સંડોવણી છે. આ બન્ને શખ્સ બાઇક લઇને બીલખા રોડ પર હાજર છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી. કે.ઝાલા અને સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે બન્ને શખ્સ પસાર થતા તેને રોકી પૂછપરછ હાથ ધરી હતી. જોકે, ગોળ ગોળ જવાબ આપતા હોય એલસીબીએ લાવી આગવી ઢબે પૂછપરછ કરતા છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી.

બાદમાં બિહાર રાજ્યના બન્ને શખ્સો મહમદશમસેર મહમદઇજહાર ઘોઘન અને શંભુ પોલો ઘનશ્યામ જાદવને ઝડપી લીધા હતા. એલસીબીએ બન્ને પાસેથી રોકડા 1,920, મોબાઇલ 1 કિંમત 1,000, બાઇક કિંમત 35,000 તેમજ 4 લીટર પીળા કલરનું પ્રવાહી મળી કુલ 37,920નો મુદ્દામાલ કબ્જે કરી બન્નેને સી ડિવીઝન પોલીસ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...