ક્રાઇમ:જૂનાગઢમાં પીસ્તોલ, રીવોલ્વર અને 41 કારતૂસ સાથે 2 ઝડપાયા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ખામધ્રોળ રોડ પર નવી આરટીઓ કચેરી નજીકથી 2 શખ્સો પીસ્તોલ, રીવોલ્વર અને 41 જીવતા કારતૂસ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના બે શખ્સો પાસે ઘાતક હથિયારો હોવાની બાતમી એસપી વાસમશેટ્ટી રવિ તેજાને મળી હતી. આથી તેમણે તુરંત કાર્યવાહી કરવા એસઓજીના પીઆઇ અેચ.આઇ. ભાટીને સુચના આપી હતી. આથી પીઆઇ ભાટી પીએસઆઇ જે. એમ. વાળા અને સ્ટાફને સાથે રાખી આજે મોડી સાંજે ખામધ્રોળ રોડ પર નવી આરટીઓ ઓફિસ પાસેથી મોઇન ઉર્ફે બાઠિયા લતીફભાઇ પરમાર અને જમાલ સીદ્દીકભાઇ કુરેશીને ઝડપી લીધા હતા. બંનેની આકરી પુછપરછમાં તેઓ પાસેથી એક પીસ્તોલ, એક રીવોલ્વર અને 41 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 44,100 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ખાસ કરીને 41 કારતૂસો તેઓ પાસે ક્યો ગુનો આચરવા હતા. કે પછી તેઓજ જીવતા કારતૂસ વેચવાનો ધંધો કરે છે એ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...