તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે થયેલ ખરીદી:3,205 ખેડૂતોના 19,61,36,187.50 બાકી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકી રહેલા નાણાં પણ સરકાર સત્વરે ચૂકવશે
  • ચણાની ટેકાના ભાવે થતી ખરીદી પૂર્ણ થઇ, ઘઉંની ખરીદી ચાલુ

જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. આ ખરીદીમાં ખેડૂતોને સમયસર નાણાંની ચૂકવણી પણ કરવામાં આવી રહી છે. તેમ છત્તાં અનેક ખેડૂતોની રકમ બાકી છે જેને પણ સત્વરે ચૂકવી દેવામાં આવશે. આ અંગે ડિસ્ટ્રીક સપ્લાયર મામલતદાર એન. કે. મોરીએ જણાવ્યું હતું કે, કુલ 3,116 ખેડૂતો પાસેથી 1,64,769 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી જેના ખેડૂતોને સરકાર પાસેથી 32,54,18,775 રૂપિયા લેવાના થાય છે. તેની સામે સરકારે 2,327 ખેડૂતોને 24,67,10,027.50 રૂપિયાની ચૂકવણી કરી દીધી છે.

હવે 789 ખેડૂતોને 7,87,08,687.50 રૂપિયા ચૂકવવાના બાકી છે. જ્યારે 13,852 ખેડૂતો પાસેથી 1,34,318.50 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી હતી જેના ખેડૂતોને સરકાર પાસેથી 68,50,24,350 રૂપિયા લેવાના થાય છે. તેની સામે સરકારે 11,436 ખેડૂતોને 56,75,96,850 રૂપિયાનું ચૂકવણું કરી દીધું છે. હવે 2,416 ખેડૂતોને 11,74,27,500 રૂપિયા ચૂકવવાના બાકી છે. આમ, સરકાર દ્વારા કરાયેલ ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદીમાં કુલ 13,763 ખેડૂતોને 81,43,06,877 રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે. હવે 3,205 ખેડૂતોને 19,61,36,187.50 રૂપિયા ચૂકવવાના બાકી છે. દરમિયાન ટેકાના ભાવે વેંચાણ કરેલ ઘઉં અને ચણાના બાકી રહેલા નાણાં પણ સરકાર સત્વરે ખેડૂતોના ખાતામાં જમા કરી દેશે. હાલ ટેકાના ભાવે થતી ચણાની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે ઘઉંની ખરીદી હજુ ચાલુ છે. ટૂંકમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને ઓછા ભાવે પોતાની જણસી વેંચવી ન પડે અને પોષણક્ષમ ભાવ પણ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

ચણામાં આટલા રજીસ્ટ્રેશન થયા હતા
ટેકાના ભાવે ચણા વેચવા માટે 45,240 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. દરમિયાન 42,276ને એસએમએસથી જાણ કરાઇ હતી જ્યારે 2,964 ખેડૂતોને બ્લોક કર્યા હતા. પરિણામે હવે એકપણ ખેડૂત બાકી ન હોય એસએમએસ કરવાની જરૂર ન હોય ચણાની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે.

ઘઉંમાં આટલા રજીસ્ટ્રેશન થયા હતા
ટેકાના ભાવે ઘઉં વેચવા માટે 7,653 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન 5,350 ખેડૂતોને એસએમએસથી જાણ કરાઇ હતી, 343 ખેડૂતોને બ્લોક કરાયા હતા. હવે 1,960 ખેડૂતોને એસએમએસ કરી જાણ કરવામાં આવશે.આમ, ટેકાના ભાવે ઘઉંની ખરીદી હજુ ચાલુ છે.

આટલા ખેડૂતોને બ્લોક કરવામાં આવ્યા
ચણાની ટેકાના ભાવે ખરીદીમાં 2,964 ખેડૂતોને તેમજ ઘઉંની ખરીદીમાં 343 મળી કુલ 3,307 ખેડૂતોને બ્લોક કરાયા છે. ખાસ કરીને રજીસ્ટ્રેશનમાં ભૂલ હોય, ખોટા અથવા અધુરા આધાર પુરાવા રજૂ કર્યા હોય તેને જાણ કરાય છે કે, ડોક્યુમેન્ટ ઘટે છે, સુધારો કરવાનો છે, આધાર પુરાવા રજૂ કરો. તેમ છત્તાં જો ખેડૂતો તરફથી કોઇ રિસ્પોન્સ ન મળે તો આવા ખેડૂતોના રજીસ્ટ્રેશનને બ્લોક કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...