સબસીડી:જૂનાગઢ જિલ્લાભરના 1957 ખેડૂતોને ટ્રેકટર ખરીદીમાં સબસીડી આપવામાં આવશે , ડ્રો થયો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરતીપુત્રોએ વિવિધ સાધનો મેળવવા માટે ઓનલાઈન અરજી કરી'તી
  • કૃષિ ઘટક માટે સૌપ્રથમ વખત દિવ્યાંગો અને મહિલાઓ ને અનામતનો લાભ અપાશે

જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર ઘટકનો ડ્રો જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને લાભાર્થી ખેડુતોની હાજરીમા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામા આવ્યો હતો. જણાવવામાં આવ્યુ કે, ખેતીવાડી ખાતાના યાંત્રીકરણના તમામ ઘટકોમાં લાભાર્થીઓનો અગ્રતા ક્રમ નક્કી કરવા આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન સરકારશ્રી દ્રારા ડ્રો પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ ખેતીવાડી અધિકારીદ્રારા જે તે તાલુકાના હાજર રહેલ ટ્રેકટર ઘટકમાં અરજી કરેલ લાભાર્થીઓના હસ્તે ઓનલાઇન ડ્રો કરવામાં આવ્યો છે.

નાણાંકીય વર્ષ 2022,23 માટે જૂનાગઢ જિલ્લામાં 1957 ટ્રેકટરનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. જેનો તાલુકાવાર લક્ષ્યાંક ખાતેદાર ખેડૂતોની સંખ્યાના આધારે જે તે તાલુકામાં ફાળવવામાં આવ્યાં છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ગૌરવ દવેએ કહ્યું હતું કે ડ્રો માં ચાલુ વર્ષથી પ્રાયોરીટી મુજબ 5 ટકા દીવ્યાંગ લાભાર્થીઓ અને 33 ટકા મહીલા લાભાર્થીઓને અનામત અપાયું છે. જેથી તમામ ખેડુત ભાઇઓ અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખે કે, અરજદારે જે કેટેગરીમાં અરજી કરેલ છે તે મુજબ જરૂરી આધાર પુરાવા સંબંધીત અરજદારે રજૂ કરવાના રહેશે.તેમજ દર્શાવેલ બેંક ખાતા નંબરમાં જ સહાય જમા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...