તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શહેરનાં 100 સહિત જિલ્લામાં 1 દિ'માં 190 સેમ્પલ લેવાયા

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના તમામ તાલુકામાં આરોગ્ય વિભાગે સેમ્પલીંગની કામગીરી વધારી
 • જૂના 8 નો રિપોર્ટ નેગેટીવ આવતા નવા 190 નો રિપોર્ટ પેન્ડીંગ

જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ નજરે ચડયા બાદ આરોગ્ય વિભાગે સેમ્પલીંગની કામગીરી વધારી દીધી છે. જૂનાગઢ સિટીના 100 સહિત તમામ જિલ્લાના મળી ગુરૂવારે એક જ દિવસમાં કુલ 190 સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ 8 નો રિપોર્ટ પેન્ડીંગ હતો અને 190 ના સેમ્પલ લેવાતા 198 સેમ્પલ થયા હતા. દરમિયાન કુલ 190 લેવાયેલા સેમ્પલોમાંથી 15 થી 59 વર્ષની વયમાં 53 સ્ત્રી અને 105 પુરૂષો મળી 158 લોકોનો પણ સમાવેશ થાય છે. જોક, જૂના 8 નો રિપોર્ટ નેગેટીવ આવતા હવે ગુરૂવારે લેવાયેલા 190 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે. દરમિયાન માંગરોળમાંથી કોરોના પોઝિટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય વિભાગે ત્રીજા રાઉન્ડમાં 20 ઘરોના 78 લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. જ્યારે તેના સંપર્કમાં આવેલા 22ને પ્રાઇવેટ ફેસેલીટર ખાતે ક્વોરન્ટાઇન કરાયા છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલની કામગીરીને વધુ વેગવંતી બનાવાઇ છે. જેથી સંક્રમણ ન થાય.

અહિથી લેવાયા સેમ્પલ
જૂનાગઢ સીટીના 100, જૂનાગઢ તાલુકામાંથી 10, વંથલી 06, ભેંસાણ 08, વિસાવદર 12, માણાવદર 02, માળીયા 20, મેંદરડા 12, માંગરોળ 10 અને કેશોદમાંથી 10 મળી 190 સેમ્પલ લેવાયા છે. 

આ ઉંમરની વ્યકિતઓનાં લેવાયા સેમ્પલ
0 થી 14માં 4, 15 થી 59 વર્ષમાં 158 અને 60 થી વધુની વયમાં 28 સેમ્પલ લેવાયા છે. આમાં 62 સ્ત્રી અને 128 પુરૂષોના સેમ્પલનો સમાવેશ થાય છે. 

જૂનાગઢ મનપાએ 3,200 નો દંડ વસુલ્યો
સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે મનપા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુરૂવારે 22 લોકો પાસેથી 3,200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 

ભવનાથમાં ક્વોરન્ટાઇનથી થતી મુશ્કેલી
બહારથી આવતા લોકોને ભવનાથમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. જેના કારણે 2 મહિનાથી રામ ટેકરી સ્મશાન પાસેથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી ભવનાથ, રૂપાયતન અને દામોદર કુંડ વિસ્તારમાં રહેતા લોકોને તેમજ અગ્નિસંસ્કાર વિધી બાદ અસ્થિ વિસર્જન માટે દામોકુંડ આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પોલીસ સાથેના ઘર્ષણને અટકાવવા આ બેરીકેટ હટાવી ઇન્દ્રભારતી બાપુના ગેઇટ પછી લગાવવામાં આવે તે જરૂરી છે. - અમૃત્તભાઇ દેસાઇ.

ફાયર ટીમે એસટીમાં કર્યું સેનીટાઇઝેશન
નજીકના દિવસોમાં એસટી શરૂ કરવાની થાય તો તેના માટે તૈયારી કરવામાં આવી છે. આ માટે જાણ કરવામાં આવતા મનપાની ફાયર ટીમના ભૂમિત મિસ્ત્રી અને ટીમે બસ સ્ટેશન, બસ ડેપો અને વર્કશોપમાં સેનીટાઇઝેશનની કામગીરી કરી છે. - જી.ઓ. શાહ, ડિવીઝનલ કન્ટ્રોલર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો