તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જૂનાગઢના સરદારબાગ પાછળ આવેલી સોસાયટીના બંધ મકાનમાં ચોરી, તસ્કરો 1.90 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનો બહારગામ ગયા હતા ત્યારે જ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

જૂનાગઢના સરદારબાગ પાછળ ગરીબ નવાઝ સોસાયટીમાં બંધ મકાનના દરવાજા તોડી કોઈ અજાણ્યો શખ્સ એક લાખ રૂપિયા રોકડા અને 90 હજારની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ થતાં સી ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ શહેરમાં થોડા દિવસોથી તસ્કરોએ ધામા નાંખ્યા હોય તેમ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં ચોરી અને ઘરફોડીના બનાવો બની રહ્યા છે. આવી ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે જૂનાગઢ શહેરના સરદાર બાગ પાછળ આવેલી ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા જહુરખાન એહમદખાન મેવ ઉ.વ.85 ના પરિવારના સભ્યો બહારગામ ગયા હતા. જ્યારે ઘર બંધ કરી જહુરખાન દુકાને ગયા હતા.

આ દરમ્યાન ગત તા.22 ના રોજ દિવસ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો તેના ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં આવેલા દરવાજાને તોડી ઘરમાં ઘુસી અલગ અલગ બે કબાટમાં રહેલ એક લાખ રોકડા અને 90 હજારની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ.1.90 લાખની મતા ચોરી કરી ગયા હતા.આ અંગે જાણ થતાં જહુરખાન એહમદખાને ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...